તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડુતો ચિંતાતુર:બહાદરપુર-માંજરોલ રોડ ઉપર રાત્રે ફૂંકાયેલા પવનથી કેળના પાકને નુકસાન

સંખેડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેળાના પાકને વ્યાપક નુકશાન થયું હતું. - Divya Bhaskar
કેળાના પાકને વ્યાપક નુકશાન થયું હતું.
  • ખેડૂતોને પડતા પર પાટુ, તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન

સંખેડા તાલુકાના બહાદરપુર-માંજરોલ રોડ ઉપર ગત રાત્રે ફૂંકાયેલા 40 કિમીની ઝડપના પવને કેળના પાકને વ્યાપક મોટું નુકસાન પહોચાડ્યું છે. ખેડૂતો કેળાના પાકને નુકસાન થતા પરેશાન બન્યા છે. સંખેડા તાલુકામાં ગત રાત્રે વરસાદ તો ધોધમાર પડ્યો પણ આશરે 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

સંખેડા તાલુકાના મંગલભારતી ખાતે ચાલતા હવામાન આગાહીના દામુ પ્રોજેક્ટના કેયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે,”67 મિમી વરસાદ પડ્યો છે. તેમજ 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો છે. એના લીધે કેટલાક વિસ્તારમાં ઝાડ પણ પડ્યા છે.’ બહાદરપુર-માંજરોલ રોડ ઉપર ગત રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેળાના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેળાના થડ જમીન દોસ્ત થતા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું એપીએમસી ડિરેકટર હિતેશભાઈ દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...