સમસ્યા:ભાટપુરા - ચોરંગલા રોડ ઉપર પડેલા ઝાડને ન હટાવાતા હાલાકી

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના ભાટપુર - ચોરંગલા રોડ ઉપર સોમવારે વાવાઝોડાને  પગલે ઝાડ પડ્યું હતું જે મંગળવાર સુધી તંત્રે ન ખસેડતા દર્દીને કારમાંથી  ઉતારી સ્કૂટર પર લઈ જવાની ફરજ પડી હતી. - Divya Bhaskar
સંખેડા તાલુકાના ભાટપુર - ચોરંગલા રોડ ઉપર સોમવારે વાવાઝોડાને પગલે ઝાડ પડ્યું હતું જે મંગળવાર સુધી તંત્રે ન ખસેડતા દર્દીને કારમાંથી ઉતારી સ્કૂટર પર લઈ જવાની ફરજ પડી હતી.
  • બીમાર આધેડને કારમાંથી ઉંચકી સ્કૂટર ઉપર બેસાડીને દવાખાને લઈ જવાયા
  • સોમવારે વાવાઝોડાને પગલે ઝાડ ધરાશાયી થઈ ગયું હતું

સંખેડા તાલુકામાં સોમવારે સાંજે અતિ ભારે પવન ફૂંકાયો હતો. જેને કારણે ભાટપુરથી ચોરંગલા રોડ ઉપર એક ઝાડ ધરાશાયી થયું હતું. આ ઝાડ સોમવારે સાંજનું પડી ગયું હોવા છતાં મંગળવારે બપોર સુધી તંત્ર દ્વારા આ ઝાડને હટાવવા માટે કોઈ જ કાર્યવાહી કરાઈ નહોતી. અત્રેથી પસાર થતા અનેક વાહન ચાલકો પરેશાન બન્યા હતા.

એસ.ટી. બસને પણ પાછા જવાનો વારો આવ્યો હતો. અત્રે એક દર્દીને લઈને કાર આવી હતી. કાર જઈ શકે તેમ નહોતી. જેથી કારમાંથી દર્દીને બે હાથમાં ઊંચકીને બીજી તરફ લઈ જવા પડ્યા અને સ્કૂટર ઉપર બેસાડીને થ્રી ઇડિયટ ફિલ્મના દૃશ્યની જેમ દર્દીને દવાખાને લઈ જવાની ફરજ પડી હતી. તંત્ર તો ઝાડ કાપી દૂર કરવા આવ્યું નહીં પરંતુ આઠમાં ધોરણમાં ભણતો ભાટપુર ગામનો નવનીત નામનો બાળક આ ઝાડની ડાળીઓને કાપતો નજરે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...