વિશ્વ વાંસ દિવસ:છોટાઉદેપુર વન વિભાગ દ્વારા નર્સરીઓમાં 45,500 વાંસના રોપાનો ઉછેર

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશ્વ વાંસ દિવસ નિમિતે છોટાઉદેપુર વન વિભાગની પ્રવૃતિઓ. - Divya Bhaskar
વિશ્વ વાંસ દિવસ નિમિતે છોટાઉદેપુર વન વિભાગની પ્રવૃતિઓ.
  • છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી
  • ​​​​​​​​​​​​​​કેવડીમાં વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓ અનાજની કોઠી, ટોપલા તથા વાંસ બનાવટના ફર્નિચર બનાવવા તાલીમ અપાશે

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર વન વિભાગમાં કુલ 13 તાલુકાઓ અને 1556 ગામો આવેલા છે. છોટાઉદેપુર જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર 3435.71 ચોરસ કિ.મી. પૈકી 718.79 ચો.કિ.મી. એટલે કે 20.83% વન વિસ્તાર આવેલ છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે સાગ, સાદડ, ખેર, સીસમ, ટીમરુ, વાંસ,ખાખરા, કલમ, મહુડો, ચારોલી, કુસુમ, કડાયો, વિગેરે તેમજ વિવિધ જાતના ઔષધિય વૃક્ષો તેમજ વેલાઓ ધરાવતો સમૃદ્ધ જંગલ વિસ્તાર છે.

વિશ્વ વાંસ દિવસ નિમિતે એચ.એસ.પટેલ નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરના જણાવ્યા અનુસાર વન વિભાગની વિવિધ નર્સરીઓમાં સારી જાતના વાંસના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં ચાલુ ચોમાસા દરમિયાન કુલ 44,000 વાંસના રોપાનું વન વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષ દરમિાન નર્સરીઓમાં 45,500 વાંસના રોપા ઉછેરવામાં આવી રહેલ છે. વર્કીગ પ્લાનના નિયમ અનુસાર દર ચાર વર્ષે વાંસ પરીપકવ થાય ત્યારે તેનું રોટેશન મુજબ કટીંગ કરવામાં આવે છે અને અને કટીંગ કર્યા બાદ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ અને વનવાસી લોકોને તેનુ વિતરણ કરવામાં આવે છે.

ચાલુ સાલે કેવડી વન વિસ્તારમાંથી કૂલ 5200 વાંસ કટીંગ કરવામાં આવેલ છે. જેમાંથી 50 ટકા એટલે કે 2600 વાંસ ગામ લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.ચાલુ વર્ષે કેવડી ખાતે વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવનાર છે. જેમાં કેવડી તથા આજુબાજુના ગામોમાંથી જે વન વાસીઓ વાંસની પ્રવૃતિ સાથે સંકળાયેલ છે તે લોકોને વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓ જેવી કે અનાજની કોઠી, ટોપલા, ટોપલી, તથા વાંસ બનાવટના ફર્નિચર બનાવવા માટેની તાલીમ આપી તેનું બજાર સાથે જોડાણ કરવામાં આવનાર છે અને વનોમાં વસ્તા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા વન વિભાગ છોટાઉદેપુર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...