કાર્યવાહી:સંખેડામાં 5 કરતા વધુ પેસેન્જર બેસાડતા જીપ ચાલક વિરુદ્ધ ગુનો

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ નહીં એ રીતે જીપમાં 5થી વધુ પેસેન્જર બેસાડી પરિવહન કરતાં ચાલક વિરુદ્ધ સંખેડા પોલીસે ગુનો નોંધ્યો. સંખેડા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અર્જુનનાથ મંદિર પાસે આવેલા પુલ ઉપરથી એક જીપ એની અંદર પાંચથી વધારે માણસો બેસાડેલા હતા. હાલમાં કોરોના મહામારી ફેલાયેલી હોય સંખેડા પોલીસે આ જીપમાં તપાસ કરતાં પાંચ કરતાં વધુ પેસેન્જરો બેસાડેલા હતા. જેથી પોલીસે આ જીપના ડ્રાઈવર વિકેશભાઈ વિનુભાઈ તડવી રહે. સોનગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...