તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક:સંખેડા-બોડેલી તાલુકામાં કપાસ ખરીદીના દિવસો જાહેર કરાયા

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેકાના ભાવે કપાસ 7થી 11 ડિસેમ્બર સુધી વેચી શકાશે
 • કપાસિયા અને ગાંસડીનો સ્ટોક ફૂલ થતાં આ જાહેરાત કરાઇ

સંખેડા-બોડેલીમાં રોજેરોજ સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદવાના બદલે વારા જાહેર કર્યા હતા. આ અંગેની જાહેરાત સંખેડા-બોડેલી એપીએમસી દ્વારા કરાઇ હતી. કપાસિયા અને ગાંસડીનો સ્ટોક ફૂલ થયો હોઇ કપાસ ખરીદી માટે વારા કરાયા હતા. માત્ર આ એક અઠવાડીયા પૂરતી જ આ જાહેરાત છે.

સંખેડા-બોડેલી એપીએમસી દ્વારા સંખેડા અને બોડેલી તાલુકામાં સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે વારા જાહેર કરાયા છે.બન્ને એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ દ્વારા કરાયેલી આ જાહેરાત મુજબ બોડેલીમાં સોમવાર અને મંગળવારે કપાસની ખરીદી સીસીઆઇ દ્વારા કરાશે. કોસીન્દ્રા સેન્ટર ઉપર સોમવારથી શુક્રવાર સુધી અને સંખેડા તાલુકામાં હાંડોદ, કલેડિયા અને બહાદરપુર સેન્ટર ઉપર બુધવારે, ગુરુવારે અને શુક્રવારે કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા કરાશે. ખેડૂતે કપાસ સુકાવીને સાફ કરીને જ લાવવાનો રહેશે. સીસીઆઇ તેના પેરામિટર મુજબ જ કપાસ ખરીદી કરશે. તેમજ ખેડૂત જાતે કપાસ વેચાણ અર્થે આવે તેવો આગ્રહ રાખવો. આ વ્યવસ્થા માત્ર 7 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર પૂરતી જ છે. સેક્રેટરી અજીતભાઇ ભગતે જણાવ્યું હતું કે,‘હાલમાં કપાસિયા અને ગાંસડીઓને સ્ટોક ફૂલ થયેલો હોઇ આ પ્રકારની વ્યવસ્થા કરાયેલી છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો