તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા-બોડેલી તાલુકામાં સારા કપાસના ભાવો સીસીઆઇ કરતા વધારે ઉંચા ગયા હતા. સીસીઆઇનો કપાસનો ભાવ 5615 રૂપિયા ક્વિંટલના છે. તો બીજી તરફ એવા સારા કપાસના ભાવો ખાનગી વેપારીઓ આપી રહ્યા છે. ખાસ કરીને બોડેલી તાલુકામાં. બોડેલી તાલુકામાં કપાસના ભાવો શુક્રવારે 5200થી 6142 રૂપિયા બોલાયા જ્યારે સંખેડા તાલુકામાં હાંડોદ સેન્ટર ઉપર 5200 થી 5700 રૂપિયા ભાવ બોલાયો હતો.
સીસીઆઇ દ્વારા ફેર એવરેજ ક્વોલિટીવાળો કપાસ ખરીદી માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સીસીઆઇ દ્વારા સંખેડા તાલુકામાં કેટલીક જીનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. જેમાં કપાસની ફેર એવરેજ ક્વોલિટીનો જ ખરીદી માટેનો આગ્રહ રખાયો એના કારણે અહિયા કપાસ વેચવા માટે આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
સંખેડા છેલ્લા હાલમાં કપાસ ખરીદીનું મોટુ હબ બન્યો છે. સીસીઆઇ દ્વારા આ વર્ષે ટેકાના ભાવે કપાસની ધૂમ ખરીદી કરાઇ છે. પણ ચાલુ વર્ષે કપાસની સિઝનમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કપાસની ખેતીમાં થોડી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પણ તેમ છંતા સીસીઆઇના પેરામિટરમાં કપાસ આવતો હોવાથી સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી ચાલુ રખાઇ હતી. સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી હવે પેરામિટરના બહાને બંધ કરી દેવામાં આવેલી છે. જેથી ખેડૂત આલમમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. જોકે સંખેડા-બોડેલી તાલુકાની કેટલીક જીનમાં કપાસના ભાવો સીસીઆઇના ટેકાના ભાવો કરતા વધારે અપાઇ રહ્યા છે.
ખાનગી વેપારી વધારે ભાવ આપે છે
‘‘બોડેલી તાલુકામાં શુક્રવારે 404 કપાસના સાધનો આવ્યા હતા. જેના ભાવો 5200થી 6142 રૂપિયા ક્વિંટલના પડ્યા હતા. હાંડોદ સેંટર ઉપર પણ 5200થી 5700 રૂપિયા સુધીના ભાવો બોલાયા હતા. સીસીઆઇ દ્વારા ફેર એવરેજ ક્વોલિટી મુજબના કપાસની ખરીદીનો આગ્રહ રખાઇ રહ્યો છે. આ કપાસના ખાનગી વેપારીઓ પણ વધારે ભાવ આપે છે.’’>અજીતભાઇ ભગત, સેક્રેટરી, સંખેડા-બોડેલી, એપીએમસી
કપાસની આવક થોડા દિવસ સુધી રહી
કપાસની આવક હવે ઘટી રહી છે.કપાસની આવક ઘટવાના કારણે તેના ભાવો વધી રહ્યા હોવાનું. પણ વેપારી આલમના સૂત્રોએ જણાવ્યું હતું. હવે થોડા દિવસ સુધી કપાસની આવક રહ્યા બાદ અત્યંત જ કપાસની આવક ઘટવાની શક્યતા સેવાઇ રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.