કપાસની હરાજીનો આરંભ:હાંડોદ સેન્ટરમાં કપાસની હરાજીનો આરંભ થયો

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુહૂર્તમાં કપાસની હરાજીનો ભાવ 8875 રૂપિયાનો પડ્યો

છોટાઉદેપુર જિલ્લાના કપાસની ખરીદીના હબ ગણાતા હાંડોદ સેન્ટર ઉપર કપાસની હરાજીનું મુહૂર્ત થયું હતું. મુહૂર્તમાં 8875 રૂપિયા પ્રતિ કવીંટલ કપાસનો ભાવ પડ્યો હતો. 7 સાધનો હરાજીમાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદીનું સૌથી મોટું હબ હાંડોદ સેન્ટર ગણાય છે. હાંડોદમાં ચાર જેટલી જીન આવેલી છે.

અને આ વિસ્તારમાં કપાસની ખેતી પણ સારા પ્રમાણમાં થાય છે. અત્રેની તમામ જિનમાં કપાસ ખરીદીનું મુહૂર્ત જિનના માલિકો દ્વારા કરી દેવામાં આવ્યા હતા. કપાસની આવક શરૂ થઈ હતી. જેથી ખેડૂતોના હિતમાં એપીએમસી દ્વારા હાંડોદ સેન્ટર ઉપર કપાસ હરાજીની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. શનિવારે કપાસ ખરીદીની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી.

હરાજીમાં કપાસનો ભાવ રૂપિયા 8875 કવીંટલનો પડ્યો હતો. 7 જેટલા સાધનો અત્રે હરાજીમાં આવ્યા હતા. હરાજીના પ્રસંગે એપીએમસી વાઇસ ચેરમેન હિતેશભાઈ શાહ, ડિરેકટર બાદલ પટેલ તેમજ જિનરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...