ફરિયાદ:દિવાળીપુરા દૂધ મંડળીમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા

સંખેડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માજી મંત્રી વિરુદ્ધ બરોડા ડેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી
  • બોગસ દૂધની ખરીદી બતાવી કુટુંબીજનોના નામે બેંકના ખાતામાં નાણાં જમા કરાવ્યાં

સંખેડા તાલુકાના દિવાળીપુરા ગામે આવેલી ધી દિવાળીપુરા દુધ ઉત્પાદક સહ.મ.લી.માં મંડળીના મંત્રી કંચનભાઈ ગણપતભાઇ બારીયા મંડળીનો મંત્રી તરીકે વહીવટ કરતા હતા. તેમણે મંડળીમાં દુધ ભર્યાં સિવાય મંડળીમાં બોગસ દુધની ખરીદી બતાવી પોતાના કુટુંબીજનોના નામે બેંકના ખાતામાં નાણાં જમા કરાવેલ હતા. દુધ ભરતા સભાસદોને આ બાબતની ગંધ આવતાં મંડળીના વ્યવસ્થાપક કમિટી સભ્યોને તેમજ મંડળીના મંત્રીને વહીવટમાંથી દુર કરી 12 જાન્યુઆરી 2022ના રોજ મંડળીની સાધારણ સભા મળી હતી.

જેમાં મંડળીના નવિન વ્ય. કમીટી સભ્યો તેમજ પ્રમુખની વરણી કરેલ હોઇ મંડળીના તમામ વહીવટ દફતર જુના મંત્રી બારીયા ક્યનભાઈ પાસે હતા. અને મંડળીના સી.પી, યુ.ને ઇરાદાપુર્વક બગાડી નાખી તમામ માહિતી ડીલીટ કરી દીધી હતી. તેમ છતાં મંડળીમાંથી તા.1-2-2020 થી તા. 19-2-2022ની માહિતી મળેલ હતી.

જે માહિતીમાં તેઓના કુટુંબીજનોના નામ દુધની બોગસ ખરીદી બતાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલ છે. જે તા.1-1-2020થી તા.19-1-2022ની માહિતીની નકલો આ અરજી સાથે જોડી હતી. તા.1-1-2020 પહેલાની પણ મંડળીના દફતરમાંથી તપાસ કરાવી કરેલ કૌભાંડની રકમ મંડળીના ખાતમાં જમા કરવાની કાર્યવાહી કરવા મંડળીના પ્રમુખ-મંત્રી અને સભાસદોએ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...