તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાછલા કેટલા દિવસોથી સમગ્ર ગુજરાતમાં કોવિડ-19નું સંક્રમણ ખૂબજ ઝડપથી પ્રસરી રહ્યુ છે. તથા આ સંદર્ભમાં છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. કોવિડ-19ના છોટાઉદેપુર જિલ્લામાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લેતા મંગળવારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ સુપ્રિટેન્ડન્ટ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તથા અન્ય જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મીટીંગ યોજવામા આવી હતી. મીટીંગમાં કોવિડ-19ના વધતા જતા પ્રભાવને છોટાઉદેપુર જિલ્લામાં નિયંત્રિત કરવામા માટે ગહન ચર્ચા કરાઈ હતી. તથા કોવિડ-19ના સંક્રમણને પ્રસરતો રોકવા માટે અનેક અગત્યના નિર્ણયો લેવામા આવ્યા હતા.
જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છ નગર વિસ્તારો (છોટાઉદેપુર, જેતપુરપાવી, બોડેલી (અલીખેરવા-ચાચક - ઢોકલીયા સહિત), નસવાડી, કવાંટ, સંખેડા)માં કાર્યરત તમામ દુકાનો / ફેરીયાઓ / લારી ગલ્લાઓ / શાકભાજી માર્કેટ તથા અન્ય રીટેલ બિઝનેસ કરનારાઓ માટે પ્રત્યેક 10 દિવસે કોરોના ટેસ્ટીંગ ફરજિયાત કરવામા આવેલ છે. જેની અમલવારી છોટાઉદેપુર જિલ્લાના છ (નગર વિસ્તાર (HQ AREA)માં તા.12 એપ્રિલ 2021ના રોજથી કરવામા આવશે. તથા આ માટે દરેક વેપારી પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે પ્રત્યેક નગર વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમનું આયોજન પણ કરવામા આવેલ છે. જ્યાં દરેક વેપારી જઇને પોતાના ટેસ્ટ કરાવી નેગેટીવ ટેસ્ટીંગ સહિતનું નોંધેલ કોરોના વાયરસ કાર્ડ મેળવી શકશે. જે પ્રતયેક 10 દિવસે રીન્યુ કરવાનુ રહેશે.
હાલ પુરતુ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે 6 નગર વિસ્તારમાં કામ કરતા તમામ દુકાનદાર / લારી ગલ્લાઓ / ફેરીયાઓ વિગેરે માટે પોતાનો વેપાર કરવામા માટે સદર કાર્ડ ફરજિયાત જાહેર કરવામા આવેલ છે. આ અંગેનું જાહેરનામું પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામા આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.