ભાસ્કર વિશેષ:વડેલી શાળાની 10 વર્ષથી અટકેલી બાંધકામની કામગીરી શરૂ, 3 નવા ખંડ બનાવવાનું મુહૂર્ત થયું

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડેલી ગામમાં આદિવાસી માધ્યમિક શાળા હાલ ભાડાના મકાનમાં ચાલે છે

સંખેડા તાલુકાની વડેલી ગામની આદિવાસી માધ્યમિક શાળાના 3 નવા ખંડ બનાવવા માટેની કામગીરીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા 5 લાખ રૂપિયાના અનુદાનની જોગવાઈ કરી આપવા તથા શાળાના શિક્ષકો દ્વારા પણ આ માટે ખૂટતા અનુદાન માટે તૈયારી દર્શાવાઇ હતી. સંખેડા તાલુકાના વડેલી ગામે આદિવાસી માધ્યમિક શાળા ભાડાના મકાનમાં ચાલે છે. જેથી નવીન શાળા બનાવવા માટે આશરે દસેક વર્ષ અગાઉ પ્લીન્થ સુધીનું કામ કરાયું હતું બાદ એ કામગીરી બંધ હતી. વડેલી ગામના લાલાભાઇ દ્વારા આ બાબતે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈને જાણ કરાઈ હતી.

જે બાદ શાળાના શિક્ષકો ગ્રામજનો વગેરે મીટિંગ કરી શાળાનું બાંધકામ ફરીથી શરૂ કરવા માટે મીટિંગ કરી હતી. શાળાનું બાંધકામનું કામ આગળ વધારવા માટે આજે અત્રે કાર્યવાહી હાથ ધરાઇ હતી. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા, મહામંત્રી રાજેશ પટેલ, સંખેડા તા.પં.પ્રમુખ સંજયભાઈ દેસાઈ, ઉપપ્રમુખ જીતુભાઈ માછી, શાળાના ઇ.આચાર્ય નિલમબેન, સ્થાનિક આગેવાનો લાલાભાઈ, પરિમલભાઈ, સ્થાનિક સરપંચ, વિનોદભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શાળાનું બાંધકામ શરૂ કરવા માટે 5 લાખ રૂપિયાનું અનુદાનની જોગવાઈ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈએ કરી આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત શાળાના બાંધકામ માટે વપરાય એટલી ઈંટો વ્યાજબી ભાવે આપવાની જાહેરાત જીતુભાઇ માછીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...