તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સંખેડા ગ્રામ પંચાયતના નવીન ભવનના કામનું ખાતમુહૂર્ત

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા ગ્રામ પંચાયત સરપંચ સોનલબેન શાહ, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી વગેરે હાજર રહ્યાં - Divya Bhaskar
સંખેડા ગ્રામ પંચાયત સરપંચ સોનલબેન શાહ, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી વગેરે હાજર રહ્યાં
  • રૂા.22 લાખના ખર્ચે પંચાયત ઘર બનશે, કુલ 13 પંચાયતના નવા ભવન બનશે

સંખેડા ખાતે નવીન પંચાયત ઘર બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. 22 લાખ રૂપિયાના ખર્ચે નવીન પંચાયત ઘર બનશે. સંખેડા તાલુકામાં 13 જેટલા નવીન ગ્રામ પંચાયતના ભવન બનાવવામાં આવનાર છે. સંખેડા ખાતે બનનાર નવીન ગ્રામ પંચાયત ઘરના ખાતમુહૂર્ત પ્રસંગે સંખેડા ગ્રામ પંચાયત સરપંચ સોનલબેન શાહ,ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, જિ.પં.પ્રમુખ મલકાબેન પટેલ, તા.પં..પ્રમુખ સંજયભાઇ દેસાઇ, ઉપપ્રમુખ જીતુભાઇ માછી, નીતિનભાઇ શાહ, કમલેશભાઇ તડવી, વિનોદભાઇ સક્સેના, અર્જુનભાઇ વસાવા, હિતેશભાઇ વસાવા સંખેડા ગ્રામ પંચાયત સભ્ય હિતેશભાઇ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંખેડા તા.પં.પ્રમુખ સંજયભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે,”સંખેડા ખાતે નવીન પંચાયત ઘર મંજૂર થયું છે તેનું ખાતમુહૂર્ત કરાયું છે. 22 લાખ રૂપિયાના ખર્ચે નવીન પંચાયત ઘર મંજૂર થયેલ છે. સંખેડા તાલુકામાં 13 જેટલા નવીન પંચાયત ઘર મંજૂર થયા છે.” સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ જણાવ્યું હતું કે,‘‘સંખેડા તાલુકામાં અનેક પંચાયતના ભવન જૂના અને જર્જરિત બનતા નવિન પંચાયત ઘર માટેની દરખાસ્ત સરકારમાં કરાઇ હતી. એના અનુસંધાને નવીન પંચાયત ઘર મંજૂર થયા છે.’’

બે મહિના અગાઉ કામગીરી શરૂ કરવાની હતી
સંખેડા ગ્રામ પંચાયત ઘરમાં સરપંચ ઓફિસ બહારની છતના પોપડા તા.11 મેના રોજ ખર્યા હતા. સદનસીબે કોઇને ઇજા થઇ નહોતી. બે મહિના પહેલા આ કામગીરી શરૂ કરવાની હતી. પણ ચાલુ થયુ નહોતું. જેથી સત્વરે નવીન પંચાયત ઘરનું કામ શરૂ થાય એ માટેની માગ પણ ઉઠી હતી. આ બાબતેના સમાચાર પણ દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રસિદ્ધ કરાતા પંચાયત મકાન અને માર્ગ પેટા વિભાગ સંખેડા જાગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...