ભાસ્કર વિશેષ:સંખેડાના 9 ગામોના રસ્તાનું રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત, રૂા. 3.55 કરોડના ખર્ચે ડામરકામ કરાશે, સ્થાનિકોને અવર-જવર કરવામાં રાહત મળશે

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકાના વિવિધ 9 ગામોના રસ્તાના રીસરફેસીંગ ડામરકામ કરવાના કામના ખાતમુહુર્ત ધારાસભ્યના હસ્તે કરાયા. 3.55 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તાઓનું રીસર્ફેસીંગનું કામ કરાશે. સંખેડા તાલુકાના કાશીપુરા-સજાનપુરા-ચમરવાડા રોડ, વાસણ-અંગારી રોડ, ચાંદપુર-દુધપુર રોડ, શેખલાલ ગામડી રોડ, સરડીયા-વડીયા-બિહોરા રોડ, ગુંડીચા, કડવાકોઇ-રામપુરા રોડ, પીપળસટ-ગુંડીચા રોડ, બોરતલાવ-સાંઢકુવા રોડ અને ખુનવાડ-ગરડા રોડના રીસરફેસીંગ ડામરકામ મંજુર થયા હતા. આ તમામ રસ્તાઓ લાંબા સમય અગાઉ બનેલા હતા. જેથી નવીનીકરણ માટેની માંગ ઉઠી રહી હતી.

આ રસ્તાઓના રીસરફેસીંગના કામ માટે સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી દ્વારા રજુઆતો કરાઇ હતી. આ રજુઆતોને પગલે આ રસ્તાના કામ મંજુર થયા હતા. આ રસ્તાઓના ખાતમુહુર્તની કામગીરી સોમવારે સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીના હસ્તે કરાઇ હતી. આ ખાતમુહૂર્તના પ્રસંગે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ દેસાઇ, ડે.ઇ.એ.બી.રાઠોડ, અ.મ.ઇ.કે.કે.મુનિયા, જયેશભાઇ, સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાના રીસરફેસીંગની કામગીરીનું ખાતમુહુર્ત થતા આ રસ્તાઓનું કામ શરૂ થશે. જેના કારણે સ્થાનિકોને વાહનવ્યવહારની પણ સરળતા રહેશે. આ રસ્તાઓના રૂા. 3.55 કરોડ રૂપિયાના ખર્ચે કામ થશે.

અન્ય સમાચારો પણ છે...