સંખેડાની વડદલી પ્રાથમિક શાળાની બે શિક્ષિકાઓ દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાનભાઈ સોનીને તેમની શાળાના મુખ્ય શિક્ષક દ્વારા અસભ્ય વર્તન તેમજ ગેરવર્તણુંક કરાતી હોવા બાબતેની લેખિત ફરિયાદ કરાઇ છે. શિક્ષિકાઓ તેમજ ગ્રામજનો દ્વારા તેમના શાળાના મુખ્ય શિક્ષક વિરુદ્ધ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાન ભાઈ સોનીને લેખિત રજૂઆત કરાઇ છે.
આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઈમરાનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, વડદલી પ્રાથમિક શાળાની બે શિક્ષિકાઓ દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દ્વારા અસભ્ય વર્તન કરાતું હોવા બાબતેની લેખિત રજૂઆત આવી છે. આ બાબતેની તપાસ સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.