કામગીરી:મોરખલામાં આવાસ દુબાર બાબતે ફરિયાદ થતાં ડે. ડીડીઓની તપાસ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશરે આઠ વર્ષ અગાઉ તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી

બોડેલી તાલુકાના ગામે આવાસ દુબાર થયા હોવા બાબતેની ફરિયાદ ગુજરાત તકેદારી આયોગમાં થઈ હતી. જે અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરખલા ગ્રામ પંચાયતમાં આ અંગેની તપાસ હાથ ધરાઈ હતી. તાલુકા વિભાજન પૂર્વે મોરખલા ગામ સંખેડા તાલુકામાં હતું. પરંતુ તાલુકા વિભાજન બાદ બોડેલી તાલુકામાં મોરખલા ગ્રામ પંચાયતનો સમાવેશ થયો હતો. બોડેલી તાલુકાના મોરખલા ગામે આશરે આઠ વર્ષ અગાઉ આવાસના કામમાં દુબાર થયા બાબતે મોરખલાના શખ્સો દ્વારા તકેદારી આયોગમાં ફરિયાદ કરાઇ હતી. જે બાબતે છોટાઉદેપુર જીલ્લા પંચાયત દ્વારા આ અંગેની તપાસ હાથ ધરાઈ હતી.

જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અત્રે મોરખલા ગ્રામ પંચાયતમાં તપાસ હાથ ધરાઇ હતી. મંગળવારના રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.બી.બોરડ ઉપરાંત બોડેલી તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. તપાસ શરૂ કરતાં પૂર્વે બોડેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તત્કાલીન અને હાલના તલાટી તેમજ સંબંધિત શાખાના કર્મચારીઓ વિગેરેને અત્રે મોરખલા ગ્રામ પંચાયત ઉપર હાજર રહેવા માટે પત્ર લખાયો હતો. જેમાં આવાસના લાભાર્થીઓએ વાસુદેવભાઈ હિંમતભાઈ નાયકા, કાંતિભાઈ લાલભાઈ નાયકા અને હર્ષદભાઈ છોટાભાઈ નાયકાને પણ હાજર રહેવા જણાવ્યું હતું.

અહેવાલ તૈયાર થાય પછી જવાબ આપું
અહેવાલ તૈયાર કરીએ છીએ .ફાઇનલ થાય પછી 2-3 દિવસ પછી જવાબ આપું.” - જી.બી.બોરડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી,છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...