તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વાસણા સીમમાં કપાસના ચાસ કાઢીને નુકસાન કરનારા ત્રણ સામે ફરિયાદ

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ પૈકી એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી
  • શખ્સોએ ખેડૂતોને આશરે 45000નું નુકસાન પહોંચાડ્યું

સંખેડા તાલુકાના વાસણા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી ત્રણ શખ્શોએ કપાસના 17 જેટલા ચાસ ખેંચી કાઢીને આશરે 45000નું નુકશાન પહોચાડનાર ત્રણ શખ્શો વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ.

તેઓ પૈકીના એકે કહેલ કે આ ખેતર તેણે રાખેલ છે, જેથી કપાસ ખેંચ્યો છે
સંખેડા તાલુકાના વાસણા ગામના યોગેશકુમાર દોલતસિંહ સોલંકી તા.3ના રોજ પત્નિ સાથે ખેતરે ગયો હતો. તેના સર્વે નંબર 11 બે એકર અને 9 ગુંઠાવાળા ખેતરમાંથી ત્રણ શખ્શો વાવેતરવાળા કપાસના છોડ ઉખેડતા હતા. 17 જેટલા ચાસના છોડ ઉખેડી નખાયા હતા. જેથી તેઓએ પૂછ્યું કે કેમ મારો કપાસ ખેંચો છો. ત્યારે તેઓ પૈકીના એકે કહેલ કે આ ખેતર તેણે રાખેલ છે. જેથી કપાસ ખેંચ્યો છે. હવે પછીથી ખેતરમાં આવ્યા તો જીવતા નહી છોડીએ. તેમ કહીને ગાળો બોલીને જતા રહ્યા હતા. ત્રણ શખ્શો પૈકીનો એક શખ્શ સંજયભાઇ જશુભાઇ રોહિત રહે. લાછરસ હતું. આ જમીન 1985માં તેના દાદાએ ચંદનબેન ચીમનલાલ શાહ પાસેથી 58001 રૂપિયામાં રાખી હતી. ત્યારબાદ તેના દાદા અને ચંદનબેન મૈયત થઇ ગયા હતા. જેથી દસ્તાવેજ થઇ શક્યો નહોતો. ફરીવાર તા.17-1-2011 નારોજ ચંદનબેનના છોકરા રાજેન્દ્રભાઇ ચીમનલાલ શાહે તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને દસ્તાવેજ કરી આપવા માટેની સમજૂતી કરાર કર્યો હતો. આ જમીનમાં ખેડાણ ક રીને વાવેતર તેઓ જ કરે છે. પણ દસ્તાવેજ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...