ફરિયાદ:જમીનમાં બોગસ સહીથી નામ દાખલ કરાવનાર 6 સામે ફરિયાદ

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ વડેલીના ન્યૂઝીલેન્ડ રહેતા ખેડૂતની બોગસ સહીથી લોન પણ લીધી

સંખેડાના વડેલી ગામના બંસીલાલ કાલિદાસ પટેલ છેલ્લા 54 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. ક્યારેક કોઈ કામસર ભારત ફરવા તેમજ કુટુંબના સભ્યોને મળવા માટે આવે છે. તેમની વડેલીમાં જમીન આવેલી છે. જેના હક પત્રો કઢાવેલા છે. દરમિયાન 7/12માં જણાવેલ એન્ટ્રી નંબર ચેક કરતાં તા 30/ 6/2000 ના રોજ નામ દાખલ કરવા માટેની એન્ટ્રીમાં સંમતિથી જવાબના આધારે તેમના ભત્રીજા પિયુષ પટેલનું નામ દાખલ કરવા અરજી તથા સંમતિ જવાબોના આધારે નોંધ કરી તેવું જણાવ્યું હતું. પરંતુ બંસીલાલ આ સમય દરમિયાન ભારતમાં હતા જ નહીં.

સંમતિ પત્રમાં તેમની સહી છે તે તેમની નથી . પણ ખોટી રીતે સહી કરી હોય તેવું લાગતું હતું. કારણ કે આ સમયગાળા દરમિયાન પણ તેઓ ભારતમાં નહોતા. વડેલી વિ.કા. મંડળીમાંથી જે રકમ ઉપાડાઇ છે તેમાં પણ તેમણે સહી સંમતિ આપેલી નથી. જેથી આ બાબતે પિયુષ પટેલ, લીલાબેન પટેલ, નીરવ પટેલ, રીપલ પટેલ તેમજ મંડળીના પ્રમુખ અને મંત્રી સહિત કુલ છ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...