ફરિયાદ:પ્લાન્ટના બેલ્ટમાં બાળકનો હાથ કપાવાના બનાવમાં 3 સામે ફરિયાદ

સંખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાન્ટના મેનેજર, સુપરવાઈઝર, ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં અટકાયત કરાઈ

સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક રેતીના પ્લાન્ટના બેલ્ટમાં હાથ આવી જવાથી આઠ વર્ષિય બાળકનો હાથ કપાઇ જવાના બનાવમાં ઇજાગ્રસ્ત આઠ વર્ષના બાળકના ભાઇએ પ્લાન્ટના મેનેજર અને સુપરવાઇઝર સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા હતા.

ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો. પ્લાન્ટ મશીનરીથી ચાલતો હોઇ સુરક્ષાની રીતે જોખમકારક હોવા છતાં પ્લાન્ટમાં સાવચેતી અને સલામતી રાખવા અંગેની સૂચનાવાળા કોઇ બોર્ડ લગાડેલા ન હતા. આમ સેફ્ટી વગર જ પ્લાન્ટ ચલાવતા હોઇ તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી.

સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક કનેરીયા બિલ્ડિંગ કેમિકલ્સ પ્લાંટ ચાલે છે. આ પ્લાન્ટ ઉપર તા.30મી સપ્ટેમ્બરે એક આઠ વરસના બાળકનો હાથ બેલ્ટમાં આવી જવાથી હાથ કપાઇ ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકના ભાઇએ કનેરિયા બિલ્ડિંગ કેમિકલ્સ રેતીના પ્લાન્ટના મેનેજર મનોજ વાળા, સુપરવાઇઝર દિલુભાઇ પરમાર તથા ઓપરેટર વિશાલભાઇ તડવી વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...