પીપળસટની ઘટના:વીજ કરંટથી 3ના મોત સંદર્ભે 3 ખેતર માલિકો વિરુદ્ધ ફરિયાદ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપળસટની ઘટના : સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
  • ​​​​​​​MGVCLના ડે. એન્જિનિયરની ફરિયાદના આધારે FIR નોંધાઇ

સંખેડા તાલુકાના પીપળસટ ગામને સીમમાં વીજકરંટ લાગતા ત્રણ વ્યક્તિઓના મોત સંદર્ભે પોલીસે ત્રણ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જે ત્રણ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એ ત્રણેય શખ્શોએ પોતાન ખેતરની વાડમાં જીવંત વીજવાયર પસાર કરેલો હતો. વીજકરંટ લાગવાના કારણે માણસનોના મોત નિપજી શકે છે એમ જાણતા હોવા છતાં વીજકરંટ પસાર કરેલો હતો.

સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં તા.14ની રાત્રે એક ખેતરમાંથી ત્રણ શખ્સોના મૃત્દેહ મળ્યા હતા. આ ત્રણેયના મોત ખેતરની તારની વાડમાં વહેતા વીજ પ્રવાહનો કરંટ લાગતા થયા હતા. આ બાબતે સંખેડા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો અગાઉ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે સંખેડા એમ.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એંજિનિયર કે.એફ.રાઠવાની ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પીપળસટ ગામની સીમમાં વીજકરંટ લાગતા ત્રણ શખસોના થયેલા મૃત્યુ બાબતે તપાસ કરાતા કપાસ અને મરચીના ખેતરોની ફરતે તારની વાડ હતી. તારની વાડમાં બિનઅધિકૃત જોડાણ કરીને વીજ પ્રવાહ પસાર કરાયો હતો. જેને અડી જવાના કારણે માણસોના મૃત્યુ થયા હતા. બિન અધિકૃત વીજ જોડાણ બાબતે તપાસ થતા સાદીકભાઇ હસનભાઇ મંસુરીનાઓએ મરચાના વાવેતરવાળા ખેતરવાળી જગ્યાએ ખેતીવાડી વીજ કનેક્શન તેના પિતાજી હશનભાઇ છીતાભાઇ મનસુરીનામે લીધેલા વીજ કનેક્શનનો ઉપયોગ કરતા હતા.

ખેતરની ઓરડી બહાર બોર્ડ પર લગાડેલા ફ્યુઝ પૈકીના એક ફ્યુઝ પરથી સાદીકભાઇ મંસુરીએ પ્રાઇવેટ વાયર જોડી મરચીના વાવેતરવાળા ખેતર ફરતે તારની વાડ સાથે જોડાણ કરી વીજકરંટ તારની વાડમાંથી પસાર કરેલો. બાજુમાં આવેલા ખેતરના માલિક રાજુભાઇ હિમતભાઇ બારીયાએ પોતાના ખેતરની ફરતે તારની વાડ સાથે વીજ પ્રવાહનું તારની વાડ સાથે જોડાણ કરેલું. તેમની બાજુમાં આવેલા ખેતરના માલિક અંબાલાલભાઇ સોમાભાઇ બારીયાએ પોતાના કપાસના વાવેતરવાળા ખેતરના ફરતે તારની વાડ કરી હતી.

તેમણે રાજુભાઇના ખેતરની ફરતે વાદ હતી તેની સાથે તાર બાંધીને પોતાના ખેતર ફરતે કરેલી તારની વાડ સાથે જોડાણ કર્યું હતું.આ ત્રણેય ખેતર માલિકોએ જીવંત વીજ કનેક્શનમાંથી વીજ કરંટ ખેતરની ફરતે કરવામાં આવેલા તારની વાડમાં જોડાણ કરવાથી માણસના મૃત્યુ નિપજી શકે એમ જાણતા હોવા છંતા બિનઅધિકૃત રીતે વીજ જોડાણ કરીને જીવંત વીજ પ્રવાહ પસાર કર્યો હતો. જેથી વીજ કરંટ લાગતા રાજુભાઇ હિંમતભાઇ બારીયા, સંજયભાઇ રાજુભાઇ બારીયા અને જશભાઇ રમણભાઇ તડવીના મોત નિપજ્યા હતા.સંખેડા પોલીસે ત્રણેય ખેતર માલિક સાદીકભાઇ હસનભાઇ મંસુરી, અંબાલાલભાઇ સોમાભાઇ બારીયા અને રાજુભાઇ હિંમતભાઇ બારીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...