સમસ્યા:અમલપુર-માંગરોલમાં ગટર લાઈનની નબળી કામગીરી થતી હોવાની ફરિયાદ

સંખેડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમલપુર-માંજરોલ ગામે ગટરલાઈનની નબળી કામગીરી. - Divya Bhaskar
અમલપુર-માંજરોલ ગામે ગટરલાઈનની નબળી કામગીરી.
  • ગટરલાઈનમાં કોઈ જાતનું લેવલ કરાતું નથી

સંખેડા તાલુકાના માંગરોલ ગામે ગટર યોજનાનું કામ ચાલે છે. આ ગટર યોજનાની કામગીરી નબળી થતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. સંખેડા તાલુકાના માંજરોલ ગામના વિષ્ણુભાઈ પટેલના જણાવ્યા મુજબ માંજરોલ અમલપુર ગામે ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ગટરલાઈનની પાઈપોને જોઈન્ટ કરી સિમેન્ટથી કામ કરવાનું છે.

ખોદેલા ખાડામાં પાણી હોવા છતાં પાઇપો પાણીમાં હોવા છતાં સિમેન્ટથી જોઈન્ટ કરવામાં આવે છે. આ પાણીમાં જોઈન્ટ સુકાય ખરો? તેમજ ગટરલાઈન કરવામાં કોઈ જાતનું લેવલ કરવામાં આવતું નથી. લેવલ કર્યા વગર જ નાખી દીધી છે. વરસાદની સિઝનમાં ખાડાઓમાં પાણી હોવા છતાં લેવલ કર્યા વગર કામમાં વેઠ ઉતારવામાં આવે છે. જાહેર જનતાના પૈસાનો દુર ઉપયોગ થાય છે. આ બાબતે સરકારી અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર તપાસ કરે તેવી માંગ કરી છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...