વિવાદ:કાવીઠામાં મતદાન મથકે બે હરીફ ઉમેદવારોના સમર્થકોમાં ઘર્ષણ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચયાતની ચૂંટણીના બનાવમાં 3 જીપમાં પોલીસે કાવિઠા પહોંચી મામલો કાબૂમાં લીધો
  • મોડલ​​​​​​​ એશ્રા પટેલ જ્યોતિબેન સામે ચૂંટણી લડી રહ્યા છે

સંખેડા તાલુકાના કાવિઠા ગામે યોજાયેલી ચૂંટણીમાં સાંજના સમયે બે ઉમેદવારોના ટોળાં સામસામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. બનાવને પગલે પોલીસની ત્રણ જીપ કાવીઠા ગામે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે કાવીઠા ગામે સુપર મોડલ એશ્રા પટેલ ચૂંટણી લડી રહી છે.

સંખેડા તાલુકાની કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજે સામાન્ય વાતે બબાલ થઈ હતી. કાવિઠા ગામે સુપરમોડલ એશ્રા પટેલ સરપંચ પદની ચૂંટણી લડી રહી છે. દરમિયાન એશ્રા પટેલ અને તેના પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે ઝપાઝપી થવા લાગતાં તાત્કાલિક પોલીસની ત્રણ જીપો કાવિઠા ગામે પહોંચી હતી અને મામલો કાબૂમાં લીધો હતો. સંખેડા પી.એસ.આઈ.એમ.એસ.સુતરીયાના જણાવ્યા મુજબ ‘બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ નથી. ટોળા હતા તેને વિખેરી દેવામાં આવ્યા હતા. હજી સુધી કોઈ ફરિયાદ લઈને આવ્યું નથી.”

અન્ય સમાચારો પણ છે...