તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કોસિન્દ્રા લક્ષ્મી જીનમાં સીસીઆઇ અધિકારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કપાસના વાહનોની લાંબી લાઈન જોવા મળી. - Divya Bhaskar
કપાસના વાહનોની લાંબી લાઈન જોવા મળી.
 • CICએ ખરીદી બંધ કરી , ખેડૂતોએ કપાસ સળગાવી વિરોધ વ્યક્ત કર્યો
 • ક્વિન્ટલે 3 કિલો કપાસ કાપી લેવાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસીન્દ્રા ખાતેના કપાસ ખરીદીના સેંટરની લક્ષ્મી જીનમાં સીસીઆઇ દ્વારા ખેડૂતનો કપાસ કાપવામાં આવ્યો હતો. જેથી અધિકારી અને કેટલાક ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયા બાદ સીસીઆઇએ કપાસ ખરીદી બંધ કર્યો હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ હાઇવે ઉપર કપાસ સળગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બોડેલી એપીએમસી દ્વારા કોસીન્દ્રા ખાતેના કપાસ ખરીદી સેંટર ઉપર રોજ રોજ (શનીવાર અને રવિવાર) સિવાય કપાસ ખરીદી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સોમવારે સવારે જ કોસીન્દ્રા ખાતે આવેલી બે કપાસની જીન ઉપર કપાસ ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતોની લાંબી-લાંબી લાઇન જીનની બહાર લાગી ગઇ હતી. અહિંયા આવેલી કપાસની એક જીન લક્ષ્મી જીન ખાતે કપાસની ટેકાના ભાવે સીસીઆઇ દ્વારા ખરીદી શરૂ થયા બાદ ખેડૂતના કપાસ ક્વિંટલે 3 કિલો કાપવાનું શરૂ કરાયું હતું. જેને કારણે ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો.

CCIએ કપાસ નહીં ખરીદતા ખેડૂતોએ જીન બહાર હાઇવે ઉપર કપાસ સળગાવ્યો.
CCIએ કપાસ નહીં ખરીદતા ખેડૂતોએ જીન બહાર હાઇવે ઉપર કપાસ સળગાવ્યો.

સીસીઆઇ અધિકારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેબાદ અત્રેથી સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. જેથી કોઇ ખેડૂત દ્વારા અમદાવાદ સીસીઆઇમાં અને સાંસદને પણ ફોન કરીને આ બાબતેની રજૂઆત કરી હતી. જે બાદ કોઇ ખેડૂતે સીસીઆઇ અધિકારીનો સંપર્ક કરતા ખેડૂતોને નજીકમાં આવેલી બીજી જીનમાં આવવા જણાવાયું હતું. જે અત્રે એકત્ર થયેલા ખેડૂતોએ જણાવ્યું હતું. સવારથી સાંજ થઇ પણ કપાસ નહી ખરીદાતા જીનની બહાર કપાસના વાહનોની લાંબી લાઇન પડી ગઇ હતી. આખરે રોષે ભરાયેલા કેટલાક ખેડૂતોએ જીનની બહાર હાઇવે ઉપર જ કપાસ સળગાવીને સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

વેપારીના ટેમ્પો ખાલી થાય અને ખેડૂતોના ટ્રેક્ટર અટકી જાય
અમે સવારે આઠ વાગ્યે કપાસ વેચવા માટે આવ્યા. ટ્રેકટર અમે અંદર લાવતા હતા ત્યારે સાહેબે એવું કિધુ કે અંદર બે ટકાનો ભેજ છે. ત્રણ ટકા કાપીએ, સવારે કપાસ વિણવામા આવતા તેને કારણે ભેજ આવે. વેપારી જે પાણી લાવી નાખીને લાવે તેમના ટેમ્પા ખાલી થાય અને ખેડૂત પાણી ના નાખે એમના ટ્રેકટર અટકી જાય. - સુભદ્રસિંહ ઘડીયા, ખેડૂત

સરકાર એમએસપીમાં ખેડૂતોનો કપાસ લે છે
વેપારીઓનો કપાસ નાખવો હોય અને સરકાર એમ.એસ.પી.માં ખેડૂતોનો કપાસ લે છે. વેપારીઓનો હવાવાળો કપાસ ક્યાંથી લે? એટલે એ લોકો મારામારી કરતા હતા. બધાને ના પાડી દીધી. કપાસ નથી નાખવો. બાકી સામે ચાલુ છે. મારૂતીમાં ત્યાં 100 વાહનોની લાઇન છે અને ત્યાં કપાસની ખરીદી ચાલે છે. ત્યાંથી સેફ્ટી નથી. મારીમારી ત્યાં શું કામનું. - એચ.બી.પટેલ, સીસીઆઇ અધિકારી, કોસીન્દ્રા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો