મુશ્કેલી:સંખેડામાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની નિયમિત નિમણૂક નહીં થતાં અરજદારોને થતી હાલાકી

સંખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શુક્રવાર અને શનિવાર એમ બે દિવસે આવે છે

સંખેડા ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને અઠવાડીયામાં બે દિવસ જ ફાળવેલ હોઇ અરજદારોને હાલાકી પડી રહી છે. શુક્રવાર અને શનિવાર એમ બે જ દિવસ ફાળવેલા છે. સંખેડા અને બહાદરપુરના અરજદારોને પડતી મુશ્કેલી. બે દિવસ ફાળવેલ હોવા છતા એકાદ દિવસ તો ન આવતા હોવાની પણ ચર્ચા ઉભી થયેલ છે.

સંખેડા તાલુકા સેવાસદનમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફીસ આવેલી છે. સંખેડા બહાદરપુર ગામ સીટી સર્વેમાં આવે છે. આ બન્ને ગામના સીટી સર્વેની ઓફીસને લગતા કામ માટે જેવા કે પ્રોપર્ટી કાર્ડ, મકાન ખરીદી બાદની કાર્યવાહી વિગેરેને લગતી કામગીરી માટે અરજદારો અહિંયા આવેલી ઓફીસે આવતા હોય છે.

અહીયાના સીટી સર્વેના અધિકારીને અઠવાડીયામાં બે જ દિવસ શુક્રવાર, શનિવાર જ ફાળવેલા છે. પણ છેલ્લાં કેટલાક સમયથી દર શનિવારે રજા જાહેર કરાયેલી છે. જેથી માત્ર શુક્રવારે જ આવવાનું હોય છે. કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ પણ શુક્રવાર, શનિવાર પૈકી બીજા, ચોથા શનિવારે રજા હોઇ મહિનામાં 6-7 દિવસ જ આવવાનું થાય છે. એમાં પણ ક્યારેક અધિકારી નહીં આવતા હોવાની ચર્ચા છે.

સુપ્રિન્ટેન્ડન્ટનું નિયમિત પોસ્ટિંગ થાય તો અરજદારોને પડતી હાલાકી દૂર થઈ શકે
સંખેડામાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા હોવા છતા અઠવાડીયામાં બે દિવસ શુક્રવાર અને શનિવાર જ ફાળવેલ હોઇ સંખેડા અને બહાદરપુરના અરજદારનો હાલાકી ભોગવવી પડે છે. નિયમિત પોસ્ટીંગ થાય તો અરજદરોને પડતી હાલાકી દુર થાય. - સંજયભાઈ પરમાર, વકિલ, સંખેડા

અન્ય સમાચારો પણ છે...