તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સુનિલ ઠાકર સસ્પેન્ડ

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુનિલ ઠાકર - Divya Bhaskar
સુનિલ ઠાકર
  • મધ્યાહન ભોજનના ફૂડ બિલનાં નાણાં સેલ્ફ ચેકથી ઉપાડ્યાં હોવાની અરજી બાબતે તપાસ કરાઇ હતી
  • ફરજમોકુફ કરીને નસવાડીની તેતરકુંડી પ્રાથમિક શાળામાં મુકાયા

સંખેડા તાલુકાની કાળીતલાવડી પ્રાથમિક શાળાના તત્કાલીન મુખ્યશિક્ષક સુનિલ ઠાકરને ફરજ મોકુફ કરવાનો આદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરાયો છે. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સુનિલ ઠાકરને ફરજમોકુફ કરવાનો આદેશ થવાની વાત શિક્ષક સંઘમાં ચર્ચાનો વિષય બન્યો. સંખેડા તાલુકાની કાળી તલાવડી પ્રાથમિક શાળાના આચાર્યએ 9 તબકકાના ફૂડ સિક્યોરીટીની રકમ બાળકોના ખાતામાં નાખ્યા વગર સેલ્ફ ચેકથી ઉપાડી ઉચાપત કરી હોવા અને અનાજ પણ બરોબર વગે કરેલ હોવા બાબતે અરજી થઈ હતી. આ અંગે 5 જૂનના રોજ તપાસ આરંભાઇ હતી. નાયબ મામલતદાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

એક અરજીના આધારે સંખેડા તાલુકાના કાળીતલાવડી પ્રાથમિક શાળામાં તપાસ હાથ ધરાઇ હતી. અરજી મુજબ સંખેડા તાલુકાની કાળીતલાવડી સરકારી નિશાળ ઘોરણ 1થી 8ની આવેલી છે. અને શાળાના આચાર્ય તરીકે સુનિલકુમાર અરવિંદભાઈ ઠાકર ફરજ બજાવતા હતા. લોકડાઉનના સમયગાળા દરમિયાન ભારત સરકારના આદેશથી અને સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસના ચુકાદા મુજબ ગુજરાત સરકાર દ્વારા શાળા બંધ રહેવાના દિવસો દરમિયાનના ફૂડ સિક્યોરિટીની રકમ બાળકોના અથવા વાલીના ખાતામાં જ જમા ફરવા માટે આદેશો થયેલા અને તમારી કચેરી દ્વારા ગ્રાન્ટ છોટાઉદેપુર જિલ્લાને મોકલી જિલ્લા દ્વારા સંખેડા તાલુકાના મામલતદારને મોકલી મામલતદાર દ્વારા કાળી તલાવડી શાળાને 9 તબક્કામાં બાળકોને આપવાની ફૂડ સિક્યોરીટીની રકમ શાળાની 02050100005860 ડMC કાળી તલાવડીમાં અત્યાર સુધી વિવિધ તબક્કામાં ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. કુલ રૂપિયા 1,12,080 ફાળવેલ હતા.

કાળી તલાવડી પ્રાથમિક શાળા તા. સંખેડા, જી. છોટાઉદેપુરના આચાર્ય સુનિલકુમાર અરવિંદભાઈ ઠાકરે માર્ચ 2020થી આજ દિન સુધી 9 તબક્કાના પૈસા બાળકોના ખાતામાં જમા ન કરતા પોતે ભ્રષ્ટાચાર કરીને ચાઉં કરી ગયેલ છે. અને પોતે સેલ્ફ ચેકથી સદર ફૂડ સિક્યોરિટીની તમામ 1 વર્ષ કુલ રૂપિયા 1,12,080ની માતબર રકમ પોતે અંગત કામ અર્થે વાપરી નાખેલ છે.

આ અરજી તપાસ બાદ મંગળવારે સવારે તેમની હાલની શાળા ગુંડેર પ્રાથમિક શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિગ્નેશભાઇ વણકરે ત્યાંની શાળાના મુખ્યશિક્ષકને સુનિલભાઇ ઠાકરની ફરજમોકુફનો હુકમ સુપ્રત કર્યો હતો. અત્રેથી તેમની બદલી કરીને તેમને નસવાડી તાલુકાની તેતરકુંડી પ્રાથમિક શાળામાં મુકાયા હોવાનું ટી.પી.ઇ.ઓ. જિગ્નેશભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...