તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદમાં ઘટ:છોટાઉદેપુર જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં અત્યાર સુધી વરસાદમાં 4.54 %ની ઘટ નોંધાઈ

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકામાં વરસાદે વિરામ લેતા ખેડૂતો નિંદામણની કામગીરીમાં જોતરાયા છે. - Divya Bhaskar
સંખેડા તાલુકામાં વરસાદે વિરામ લેતા ખેડૂતો નિંદામણની કામગીરીમાં જોતરાયા છે.
  • સંખેડા તાલુકામાં વરસાદે વિરામ લેતાં ખેડૂતો નિંદામણની કામગીરીમાં જોતરાયા

છોટાઉદેપુર જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 4.54 ટકા વરસાદ આજ સુધીનો ઓછો પડ્યો છે. વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો ખેતરની સફાઈમાં લાગ્યા છે. સંખેડા તાલુકામાં કપાસનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે.છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2020ની ચોમાસાની ઋતુ દરમિયાન તા. 4 જુલાઇ સુધીનો કુલ વરસાદ 13.19 ટકા નોંધાયો હતો. તેની સરખામણીમાં આ ચોમાસાની ઋતુમાં છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ 8.65 ટકા વરસાદ નોંધાયેલો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે તા. 4 જુલાઇની સ્થિતિએ વરસાદની ઘટ 4.54 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

ગત મહિને પડેલા વરસાદ બાદ સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ખેડુતો વાવણીની કામગીરીમાં પણ જોતરાઇ ગયા હતા. અને વાવણી શરૂ થઇ હતી. સંખેડા, બોડેલી અને નસવાડી તાલુકામાં કપાસનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. ખેડૂતો દ્વારા કપાસના બિયારણ પણ મુકવાનું શરૂ થઇ ગયેલું છે. એવા સમયે વરસાદ ખેંચાતા ખેડૂતો પણ પરેશાન બન્યા છે. મેઘરાજા ક્યારે વરસે એની રાહ ખેડૂતો ચાતક નજરે જોઇ રહ્યા છે. જોકે વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતરમાં નિંદામણની કામગીરીમાં જોતરાઈ ગયા છે.

જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતિત
છોટાઉદેપુર જિલ્લામાં 10 દિવસ પહેલા કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. ખેડૂતોએ વરસાદનું આગમન થતા ખેતરોમાં અનાજ વાવી દીધું છે. પરંતુ છેલ્લા 10 દિવસથી વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ખેડૂતોએ ભારે મહેનત કરીને ઓરેલું બીયારણ બગડી જવાની ભીતિ સેવાઇ રહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પિયાતની અગવડ હોવાને કારણે ઘણા વિસ્તારો ચોમાસુ ખેતી ઉપર નિર્ભર રહે છે. પરંતુ ખેતી અંગે ભારે ખર્ચો કર્યા પછી વરસાદ ખેંચાઈ જતા ખાતર અને બિયારણ વાવેલું માથે પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. જો વધુ બે દિવસ વરસાદ ખેંચાઈ જશે તો જિલ્લાના ખેડૂતોને કરોડોનું નુકસાન જશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મકાઈ, તુવેર, ડાંગર, કપાસ, મગફળીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ઘણા વિસ્તારો માત્ર ચોમાસુ ખેતી ઉપર આધારિત છે.

જેઓને વરસાદ ખેંચતા ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત ભીમસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હજુ જો બે દિવસ વરસાદ લંબાશે તો ઓરેલું બીયારણ મરી જશે. ખાતર અને બિયારણનો ખર્ચો અને મહેનત ખેડૂતોના માથે પડશે. જિલ્લામાં ખેડૂતોને ઘણું મોટું નુકસાન જશે. જે ભારે ચિંતાનો વિષય છે.

ગયા વર્ષ અને આ વર્ષે થયેલો વરસાદ (મિ.મી.માં)
તાલુકો2020નો2021નો
વરસાદવરસાદ
બોડેલી12887
છોટાઉદેપુર14780
જેતપુર પાવી154104
નસવાડી8862
કવાંટ202118
સંખેડા10683
અન્ય સમાચારો પણ છે...