ભાસ્કર વિશેષ:તાપમાન 17 ડિગ્રી થતાં છોટાઉદેપુર જિલ્લો ઠંડોગાર

સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ભારતના ઠંડા પવનોની અસરથી છોટાઉદેપુર જિલ્લો ઠૂઠવાયો

સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિવસથી ઠંડીનો માહોલ છવાયો છે. દિવસનું મહત્તમ તાપમાન ઘટતા દિવસે પણ ઠંડકનો માહોલ. શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યાથી 6.30ની આસપાસ તાપમાનનો પારો 17 ડિગ્રી જોવા મળ્યો હતો. ઉત્તર તરફથી ફૂંકાયેલા ઠંડા પવનની અસર હેઠળ જિલ્લાવાસીઓ પણ અનુભવી.

ઉત્તર ભારતમાં પડેલી ઠંડી અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ઉત્તર ભારત સહિત ગુજરાત્માં ફરી વળતા તેની અસરના કારણે છોટાઉદેપુર જિલ્લામાં પણ શિયાળાની કાતીલ ઠંડી અનુભવાઇ રહી છે.ઠંડી સાથે પવન ભળતા દિવસે પણ ઠંડી વધારે અનુભવાઇ રહી છે.

સંખેડા તાલુકાના મંગલભારતી ખાતેના હવામાનશાસ્ત્રી કેયુરભાઇ પટેલે આપેલી માહિતિ મુજબ, ‘ઉત્તરભારતની ઠંડીની અસરના કારણે આપણા જિલ્લામાં પણ ઠંડી વધી છે. જોકે જાન્યુઆરી મહિનાના આછ દિવસમાં સૌથી વધુ ઠંડી બુધવારે અનુભવાઇ હતી. બુધવારે કાતીલ ઠંડી અનુભવાઇ હતી. ઠંડીની અસરથી જનજીવન પ્રભાવિત થયું છે.

પહેલા બેવડી ઋતુ જેવી સ્થિતિ હતી. જેના કારણે દિવસે ગરમીનો પારો 28 ડીગ્રી સેલ્સીયસની આસપાસ તાપમાન રહેતું હતું. પણ હવે આ તાપમાનનો પારો ગગડીને 23 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોચી ગયું છે. જેથી દિવસે પણ ઠંડી અનુભવાય છે.

કાતીલ ઠંડીથી બચવા શું કરવું?
હુંફાળા પાણીનું સેવન કરવું.ઉકાળો પીવો જોઇએ.ગળુ અને નાક ઢાંકવું જોઇએ.ગરમ કપડા પહેરીને જ ઘરની બહાર નિકળવું જોઇએ.અસ્થામા અને શ્વાસની તકલીફવાળાએ જ્યાં સુધી તડકો ન નિકળે ત્યાં સુધી ઘરની બહાર નિકળવું જોઇએ નહી.શરદી-ખાંસીની તકલીફ જણાય તો તાત્કાલીક દવાખાને જઇને ડોકટરનો સંપર્ક કરવો.
> ડૉ. રાજીવનયન, અધિક્ષક સંખેડા રેફરલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...