તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:છોટાઉદેપુર જિ.પં.ના 556.65 લાખની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે બહાલી

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારી માટે 250 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ
 • વિકાસ ગ્રાન્ટ પેટે 192 લાખ રૂપિયા અને લોકહિતાર્થ કર્યો માટે 243 લાખ રૂપિયાનું આયોજન કરાયું

છોટાઉદેપુર જિલ્લા પંચાયતનું 556.65 લાખ રૂપિયાની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું. વિકાસ ગ્રાન્ટ પેટે 192 લાખ રૂપિયા અને લોકહિતાર્થ કર્યો માટે 243 લાખ રૂપિયાનું આયોજન કરાયું છે. કોરોના મહામારી સામે લડવા 250 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.​​​​​​​ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા જિલ્લાનું છઠ્ઠું બજેટ રજૂ કરાયું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વિકાસ લક્ષી કામો માટે 2021-22માં જિલ્લા પંચાયત વિકાસ ગ્રાન્ટ પેટે 192 લાખ રૂપિયાનું તેમજ લોકહિતાર્થ કર્યો માટે 243 લાખ રૂપિયાનું આયોજન કરાયું છે.

શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ટીચિંગ કલાસ માટે 35 લાખ રૂપિયા, મોડલ સાયન્સ પાર્ક માટે 25 લાખ રૂપિયા, તેમજ અન્ય ખર્ચ માટે 43 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે પી.એચ.સી. માટે 150 લાખ રૂપિયા, નનહી પરી યોજના માટે 80 લાખ રૂપિયા, કોરોના મહામારી સામે લડવા 250 લાખ રૂપિયા, મોડલ પી.એચ.સી. માટે 50 લાખ રૂપિયા અને આયુર્વેદ ક્ષેત્રે 160.50 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. સમાજકલ્યાણ વિભાગ માટે કુલ 60 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. નાની સિંચાઈને લગત કામો માટે 50 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. પંચાયત ક્ષેત્રે ઇ વેસ્ટ કલેક્શન રીક્ષા આપવાની યોજના માટે 50 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર માટે 277 લાખ રૂપિયાનું આયોજન કરાયું છે.

પાયાની મહત્વની યોજનાઓ ઉપર ભાર મૂકાશે
જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, ખેતી, સમાજકલ્યાણ, પશુપાલન, સિંચાઈ, પંચાયત જેવી પાયાની મહત્વની યોજનામાં ભાર મૂકી વિકાસ તરફ લઈ જવા રૂપિયા 556.65 લાખ રૂપિયાની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજુર થયું છે. - મલકાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો