તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપાસની ખરીદી:સીસીઆઈ દ્વારા દિવસના હવે 100 જ વાહન કપાસના ખરીદાશે, CCI જીનમાં ડાયરેકટ કપાસ નહી ખરીદે, યાર્ડમાંથી જ કપાસ ટેકાના ભાવે ખરીદશે

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંખેડા કપાસના સેન્ટરો ઉપર હવે ડાયરેકટ જીનમાં કપાસ ખરીદી સીસીઆઈ નહી કરે પણ યાર્ડમાં આવેલા કપાસના સાધનો પૈકીના આશરે 100 સાધનો જ સીસીઆઈ ટેકાના ભાવે કપાસ ખરીદી કરશે. સીસીઆઈ દ્વારા તાજેતરમાં વિવિધ સેન્ટર ઉપર ટેકાના ભાવે કપાસ ખરીદી માટે ગાંસડીની મર્યાદા લાગુ પાડી છે.

આ અંગે વધુ માહિતી આપતા સંખેડા એપીએમસીના સેક્રેટરી અજિતભાઈ ભગતે જણાવ્યું હતું કે, “આજે સીસીઆઇનાના અધિકારીઓ સાથે તથા કેન્દ્ર સરકારના નિયમ માટે થયેલ ચર્ચા મુજબ તેમાં નિર્ણય લેવાયો છે કે કોઈ પણ જીન વાળા એ હવેથી ડાયરેક્ટ વાહન લેવા નહિ. જે લોકોને કપાસ વેચવાનો હશે તેઓ એ યાર્ડમા જ લાવવાનો રહેશે. અને નિગમ રોજ આશરે 100 વાહનો જ ખરીદી કરાશે.

” તાજેતરમાં સીસીઆઈ દ્વારા સંખેડા તાલુકાના વિવિધ કપાસ ખરીદીના સેન્ટરો ઉપર રોજની ટેકાના ભાવે કપાસ ખરીદી માટે ગાંસડીની મર્યાદા જાહેર કરી છે. આ મર્યાદામાં જ કપાસની ખરીદી થશે. એના માટે રોજના 100 સાધનો જ કપાસના ખરીદી સીસીઆઈ કરશે. સીસીઆઈ દ્વારા યાર્ડમાંથી જ કપાસ કરશે. જીનમાં ખેડૂત પાસેથી ડાયરેકટ સીસીઆઈ કપાસ ખરીદ કરશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો