તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારીપત્ર:સંખેડાની ધોળી, સંખેડા-1, ગુંડિચા બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાયા, જિ. પંચા.ની 4 બેઠક માટે હાલ સુધી એક જ ઉમેદવારીપત્ર ગયું

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકા પંચાયતની ત્રણ બેઠકો માટે આજે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરાયા હતા. જ્યારે તાલુકા પંચાયતની સંખેડા-1, ધોળી અને ગુંડિચા બેઠક માટે ઉમેદવારીપત્ર ભરાયા હતા. જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે અત્યાર સુધી એક જ ઉમેદવારી પત્ર ભરાયું છે.

સંખેડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે. આ 18 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનો આરંભ તા.8 ફેબ્રુઆરીના રોજથી થયો છે. જોકે પહેલા દિવસે તાલુકા પંચાયત માટે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નહોતું. પણ જિલ્લા પંચાયતની સંખેડા બેઠક માટે એક ઉમેદવારીપત્ર ભરાયું હતું.

જોકે મંગળવારે જિલ્લા પંચાયતની સંખેડા તાલુકાની 4 બેઠકો માટે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી. પણ તાલુકા પંચાયતની ધોળી, ગુંડિચા અને સંખેડા-1 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું છે. જોકે હજી સુધી પક્ષના મેંડેટ રજુ કરાયા નથી. ઉમેદવારોની પસદંગીને લઇને કોંગ્રેસ ભાજપ બન્ને પક્ષોમાં ધમાસાણ મચેલું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો