તુવેરની આવક:ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલુ: હાંડોદ સબયાર્ડમાં તુવેરની જંગી આવક

સંખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચાર દિવસમાં 13,254 ગુણ તુવેરની આવક સાથે હાલ કુલ 53233 ગુણ તુવેરની આવક થઈ
  • સબયાર્ડનું મેદાન આખુ તુવેરની ગુણથી ભરાયું, તારીખ 15 મેં સુધી ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલુ રહેવાની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું

સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં છેલ્લા ચાર દિવસમાં જ 13254 ગુણ તુવેરની આવક થઈ હતી. આ સાથે સંખેડા તાલુકામાં અત્યાર સુધી કુલ 53233 ગુણ તુવેરની ટેકાના ભાવે આવક થઈ હતી. તુવેરની સતત આવક વધતા સબયાર્ડનું મેદાન તુવેરની ગુણથી ભરાયું હતું.

સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનું કેન્દ્ર હાંડોદ ખાતે છે. સંખેડા તાલુકાના હાંડોદ ખાતે છેલ્લા કેટલાક દિવસથી ટેકાના ભાવે તુવેર વેચવા માટે રોજ મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી તો તુવેરની આવક ખૂબ જ વધી ગઈ છે. તો એની આવક વધવાને કારણે સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં ચારેબાજુએ તુવેરની ગુણથી મેદાન ભરાયું છે. લબાલબ તુવેરની ગુણથી મેદાન ભરાયું છે.

સરકારનો તુવેરનો ટેકાનો ભાવ 6300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો છે. જેની સામે બજારમાં તુવેરનો ભાવ ઘણો નીચો હોવાને કારણે ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેચવા માટે નોંધણી કરાવી અને હવે વેચવા માટે આવી રહ્યા છે. જો કે તારીખ 15 મેં સુધી ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલુ રહેવાની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આમ તો ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલી રહી છે પણ સંખેડા તાલુકામાં આખાય રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી હાઈએસ્ટ થયેલી છે. તા.8 મેના રોજના રિપોર્ટ મુજબ સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં થયેલી ટેકાના ભાવે તુવેરની ખરીદી રાજ્યમાં સૌથી વધુ હતી. તા.10 મે સુધીની ટેકાના ભાવે તુવેરની હાંડોદ સેન્ટરની ખરીદી 53233 ગુણની નોંધાઈ છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસમાં તો 13254 ગુણ તુવેરની ખરીદી થઈ છે.

છેલ્લા 4 દિવસમાં તુવેરની ટેકાના ભાવે ખરીદીનું પ્રમાણ
તારીખકેટલી ગુણખેડૂત
7 મે3413102
8 મે3847115
9 મે272284
10 મે327294

તુવેરની આવક તાલુકામાં સોથી વધુ

હાંડોદ સબયાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી રાજ્યમાં સૌથી વધુ હોવાનું અનુમાન છે. જોકે રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...