તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આંબાપુરાના કોતરમાંથી દારૂના જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો, સંખેડા પોલીસે રૂા. 14055નો વિદેશી દારૂ જપ્ત કર્યો

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંખેડા તાલુકાના આંબાપુરા ગામે એક શખ્સ તેના ઘરની પાછળ કોતરમાં સંતાડી રાખેલો દારુ વેચતો હોવાની સંખેડા પોલીસને બાતમી મળી હતી. આ બાતમી આધારે સંખેડા પોલીસે રેડ કરતા બાતમીવાળી જગ્યાએથી 14055 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ દારૂ રાખનાર શખ્સને પણ સંખેડા પોલીસે અટકાયત કરી છે.

સંખેડા પોલીસને બાતમી મળી હતી કે આંબાપુરા ગામે રહેતો જેન્તીભાઈ જેઠાભાઈ નાયકા પોતાના ઘર નજીક કોતરમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ સંતાડી રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમી આધારે સંખેડા પોલીસે ત્યાં રેડ કરતાં જેન્તીભાઈ નાયક મળી આવ્યો હતો. તેને સાથે રાખીને સંખેડા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્યાંથી કોતરમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 14055 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા સંખેડા પોલીસે જેન્તીભાઈ નાયકા વિરુદ્ધ ગુન્હો નોંધીને તેને કોરોન્ટાઈન હેઠળ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો