ગામોમાં અંધારપટ:14 ફિડર ખોટકાતાં 66થી વધુ ગામમાં અંધારપટ : સંખ્યાબંધ વીજ પોલ તુટ્યાં

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીંબામાં બાવળનું ઝાડ પડતાં વીજ પોલ તુટ્યાં : 15 ગામોમાં વીજળી ડૂલ
  • સાંૈથી વધુ નસવાડી અને બોડેલીના ગામોમાં અંધારપટ : કામગીરી ચાલુ કરાઇ

છોટાઉદુેપુર જિલલામાં ભારે વરસાદના કારણે સવ્ૃત્ર પાણી પાણી ભરાયાં હતાં. જેમાં બોડેલીમાં મોડીરાતે 10 વાગ્યા સુધી 21 ઇંચ વરસાદ નો઼ધાતાં વીજ પ્રવાહ ખોટકાયો હતો. જિલ્લાના કુલ 14 ફિડરો ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થતાં લોકોને અંધારપટ ઉલેચવાનો વારો અાવ્યો હતો. જેમાં 66 ગામને વીજળીનો પ્રવાહ અટકી પડ્યો હતો.

સંખેડા તાલુકાના ટીંબા સહિત 10થી 15 ગામોની લાઈટો શનિવાર સાંજથી ડુલ થઈ હતી. ભારે વરસાદને પવનને કારણે બાવળનું ઝાડ પડ્યું હતું. ટીંબા ગામની ભાગોળે બાવલનું મોટું ઝાડ વીજ પોલ ઉપર પડયું હતું. બાવળનું ઝાડ વીજ પોલ ઉપર પડતા વીજ પોલ અને વીજ વાયરો તૂટ્યા હતા. 10થી 15 ગામોની લાઈટો ડુલ થઈ હતી.

ટીંબા સહિત 10થી 15 ગામોના લોકોએ રાત્રે અંધારા ઉલેચ્યા હતા. જોકે મોડી રાતે વરસાદે થોડી રાહત લેતાં_ જ વીજ તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી અને તબકકાવાર વીજળી પ્રવાહ શરૂ કરવાના પ્રયાસો શરૂ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...