તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયોત્સવ:સંખેડા તાલુકામાં ભાજપનું બૂલડોઝર ફરી વળ્યું, કોંગ્રેસનો કરુણ રકાસ થયો

સંખેડા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતની 18 પૈકી 15 બેઠક ઉપર ભાજપ, 2માં અપક્ષ અને 1 કોંગ્રેસ
  • તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચારેય બેઠકો ઉપર ભાજપનો ભગવો

સંખેડા તાલુકા પંચાયત ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. તાલુકા પંચાયતની 18 બેઠકો માંથી ભાજપ 15 બેઠક જીત્યું. 2માં અપક્ષ અને એક કોંગ્રેસ જીતી. જ્યારે તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચારેય બેઠકો ઉપર કમળ ખિલ્યું છે.

સંખેડા તાલુકા પંચાયતનું સુકાન સતત ચોથી વખત ભાજપના હાથમાં આવી ગયું છે. સંખેડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોની મતગણતરી સંખેડા તાલુકા સેવાસદન ખાતે યોજાઇ હતી. આ મતગણતરીની શરૂઆતથી જ ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. સંખેડા તાલુકા પંચાયતની બહાદરપુર તાલુકા પંચાયત ઉપર ભાજપની ઉમેદવાર જીત્યાથી ભાજપનું બુલડોઝર શરુ થયું હતુ. જે લાગલલાટ ચાલુ રહ્યું.

વચ્ચે બે અપક્ષ ઉમેદવારો જીત્યા અને સૌથી છેલ્લે વડેલી બેઠકનું પરિણામ જાહેર થયું. જેમાં કોંગ્રેસની સમખાવા પૂરતી માત્ર એક જ બેઠક આવી હતી. તાલુકા સેવાસદનની બહાર અત્ર તત્ર સર્વત્ર કેસરીયો માહોલ જ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની 4 બેઠકો જે સંખેડા તાલુકામાં આવતી હતી. એવી ચારેય બેઠકો સંખેડા, પરવેટા, બહાદરપુર અને ખુનવાડ ભાજપે જીતી લીધી હતી. સંખેડા તાલુકો કમળમય બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...