ભાસ્કર એનાલિસીસ:સંખેડા વિધાનસભાની 4 ચૂંટણીમાંથી 3 વખત ભાજપ અને 1 વખત કોંગ્રેસ જીત્યું

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હારજીતમાં સૌથી વધુ અંતર 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે હતું
  • છેલ્લી બે ટર્મથી ભાજપના અભેસિંહ તડવી અને કોંગ્રેસના ધીરુભાઇ ભીલ વચ્ચે ચૂંટણી લડાય છે, હાલ ત્રીજી ‌‌વખતે પણ આ બે ઉમેદવારો સામસામે

વિધાનસભાની સંખેડા બેઠક માટે યોજાયેલી છેલ્લી ચાર ચૂંટણીમાંથી ત્રણ ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું છે. જ્યારે એક વખત કોંગ્રેસ જીત્યું છે. હારજીત વચ્ચેનું સૌથી વધુ અંતર 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે હતું. ત્યારે ભાજપ ઉમેદવાર કાંતીભાઇ તડવી 35619 મતથી વિજેતા બન્યા હતા. જોકે છેલ્લી બે ટર્મથી ભાજપના અભેસિંહ તડવી અને કોંગ્રેસના ધીરુભાઇ ભીલ વચ્ચે ચૂંટણી લડાય છે. આ ત્રીજી વખત પણ આ બે ઉમેદવારો સામ સામે ઊભા છે.

સંખેડાની વિધાનસભાની બેઠક માટે આ વખતે જાહેર થયેલા મુખ્ય ત્રણ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ લડાય એવી શક્યતા છે. આ બધી ચર્ચાઓ વચ્ચે સંખેડા વિધાનસભાની બેઠક પર ત્રણ વખત ભાજપ જીત્યું છે. અને કોંગ્રેસ એક વખત જીત્યું છે. ભાજપે આ વખતે પણ સતત ત્રીજી વખત અભેસિંહ તડવીને ઉમેદવાર બનાવ્યા છે. જોકે અગાઉ પણ બે વખત અભેસિંહ તડવી ચૂંટણી લડી ચૂક્યા છે, આ તેમની પાંચમી વખતની ચૂંટણી છે.

વર્ષ 2012માં નવા સીમાંકન મુજબ સંખેડા અને નસવાડી બંને તાલુકા ભેગા કરીને એક વિધાનસભાની બેઠક બની હતી. અગાઉ માત્ર સંખેડા અને નસવાડી એમ બંને તાલુકા અલગ હોઇ વિધાનસભાની બેઠકો પણ અલગ-અલગ હતી. ત્યારે કોંગ્રેસનું નસવાડી તાલુકામાં વર્ચસ્વ હતું. હવે સંખેડા વિધાનસભા બેઠકમાં સંખેડા, બોડેલી (અગાઉ સંખેડા તાલુકામાં આવતા ગામો) અને નસવાડી એમ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હેટ્રિક થશે
વર્ષ 2012 અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના અભેસિંહ તડવી અને કોંગ્રેસના ધીરુભાઇ ભીલ વચ્ચે ચૂંટણી લડાઇ હતી. જેમાંથી બંને ઉમેદવારો સામ સામે એક-એક વખત જીત્યા છે. આ વખતે સામસામે ચૂંટણી લડવાની આ બે ઉમેદવારોની હેટ્રિક થશે. જોકે આ વખતે ત્રીજો પક્ષ આપ પણ ચૂંટણીના મેદાનમાં છે.

છેલ્લી ચાર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો અને તેમને મળેલા મતો

2002ની ચૂંટણી
પક્ષઉમેદવારનું નામમળેલ મત
ભાજપકાંતીભાઇ તડવી56248
કોંગ્રેસબાબરભાઇ તડવી20629
} ભાજપ 35619 મતે 2002ની ચૂંટણીમાં જીત્યું
2007ની ચૂંટણી
પક્ષઉમેદવારનું નામમળેલ મત
ભાજપઅભેસિંહ તડવી40654
કોંગ્રેસબાબરભાઇ તડવી31090
}ભાજપ 9564 મતે 2007ની ચૂંટણીમાં જીત્યું
2012ની ચૂંટણી
પક્ષઉમેદવારનું નામમળેલ મત
ભાજપઅભેસિંહ તડવી79127
કોંગ્રેસબાબરભાઇ તડવી80579
} કોંગ્રેસ 1452 મતે 2012ની ચૂંટણીમાં જીત્યું
2017ની ચૂંટણી
પક્ષઉમેદવારનું નામમળેલ મત
ભાજપઅભેસિંહ તડવી90670
કોંગ્રેસબાબરભાઇ તડવી77581
} ભાજપ 13089 મતે 2017ની ચૂંટણીમાં જીત્યું
અન્ય સમાચારો પણ છે...