તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સંખેડાના સ્વામીનારાયણ મંદિરમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રી સ્વામીનારાયણ મંદિર, પંચેશ્વર મહાદેવ મંદિર પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો - Divya Bhaskar
શ્રી સ્વામીનારાયણ મંદિર, પંચેશ્વર મહાદેવ મંદિર પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
  • છોટાઉદેપુર જિલ્લાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

શ્રી સ્વામીનારાયણ મંદિર પંચેશ્વર મહાદેવ મંદિર પાસે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ. પૂ. સદ સ્વા નવતમ પ્રકાશ દાસજી (અખિલ ભારતીય સંત સમિતિ પ્રદેશ અધ્યક્ષ સત્સંગ મહાસભા પ્રમુખ વડતાલ) છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દેસાઈ, ઉપ પ્રમુખ જીતુભાઇ માછી, જિલ્લા પ્રમુખ રસમિકાન્ત વસાવા, મહામનતરી રાજેશભાઈ પટેલ (વડેલી) શંકરભાઇ રાઠવા પ્રોફેસર, નિરવભાઈ તડવી, ભોમિકભાઈ દેસાઈ સંખેડા તા. પં. સદસ્ય હર્ષ તડવી, માજી ધારાસભ્ય કાંતિભાઈ તડવી સંખેડા તાલુકાના સનગઠન પ્રમુખ મધુસુદન પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય અભેસિંહ તડવીના પ્રવચનમાં જણાવ્યું હતું કે દરેક નાતના લોકો અહીંયા આવી સત્સંગ કરે અને વ્યસન મુક્ત બને અને એમ પણ કહ્યું કે 25 કરોડના ખર્ચે ખમાપુરા ખાતે ચેકની વહીવટી મંજુરી મળી ગઈ છે. હવે આ પંચેશ્વર પાસે ચેકડેમની મંજુરી લેવા રાજ્યના મુખ્યમંત્રી પાસે જઈ રાજકીય આગેવાની હેઠળ મંજુરી લેવા જવું પડશે. જો અહિયાં ચેકડેમ બનશે તો ઉચ્ચ નદી તેમજ ઓરસંગ નદીમાં પાણી કાયમ રહેશે. જેથી સંખેડા તાલુકાના લોકોને પાણીની તકલીફ પણ ન રહે અને બીજી જાહેરાત એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે એમ કહ્યું હતું. અંતે હાજર રહેલા લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...