પ્રકૃતિ પ્રેમ:પક્ષીઓને એક સાથે પાણી અને ચણ મળી રહે તેવુ ‘બર્ડ નેસ્ટ બોક્ષ’ બનાવી વિતરણ કરાયું

સંખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહાદરપુરના યુવકે નકામા તેલના ડબ્બામાંથી પક્ષીઓને પીવાનું પાણી અને ચણ એકસાથે મળી રહે એવા બોક્ષ બનાવી તેનું વિતરણ કર્યું. - Divya Bhaskar
બહાદરપુરના યુવકે નકામા તેલના ડબ્બામાંથી પક્ષીઓને પીવાનું પાણી અને ચણ એકસાથે મળી રહે એવા બોક્ષ બનાવી તેનું વિતરણ કર્યું.
  • બહાદરપુરના યુવકે નકામાં તેલના ડબબામાંથી બોક્ષ બનાવી ગામમાં નિ:શુલ્ક વહેચ્યું

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે તેલના બિનઉપયોગી ડબ્બામાંથી પક્ષીઓને પીવાનું પાણી અને ચણ એક સાથે મળી રહે એવું આયોજન કર્યું. બર્ડ નેસ્ટ બોક્ષ કહી શકાય એવા આ બોક્ષ જાતે બનાવીને બહાદરપુર ગામમાં વિવિધ સ્થળે તેનું વિતરણ કર્યું. સંખેડા તાલુકાના બહાદરપુર ગામનો યુવક સચિન પંડિત દ્વારા આ એક નવીન પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ નવીન પ્રકારના બોક્ષ અંગે માહિતી આપતા સચિન પંડિતે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં ઘણા બધા પક્ષીઓ પાણી કે દાણા નાં મળતા તરસ કે ભૂખને લીધે મૃત્યુ પામે છે.

કેટલાક લોકો પંખીઓને દાણા-પાણી મળી રહે તે માટે જાત જાતના કુંડાઓ બનાવે છે અને પક્ષીઓ તે પાણી પીને આનંદની અનુભૂતિ કરે છે. તેવી જ રીતે એક નવો પ્રયોગ બહાર આવ્યો છે. જે તેલના ડબ્બામાંથી બનાવવામાં આવે છે. જેમાં પાણી અને અન્નના દાણા એક સાથે મૂકી શકાય છે. જેથી પક્ષીઓને દાણા અને પાણીની સુવિધા મળી રહે અને આવી કાળજાળ ગરમીમાં રાહત મેળવી શકે. આ તેલના ડબ્બાને “બર્ડ નેસ્ટ બોક્સ” પણ કહી શકાય છે.

સરકારી ઓફિસો જેવી જગ્યા પર બહાદરપુરની અમારી વાઈલ્ડ લાઇફ એનિમલ રેસ્ક્યું ટીમ દ્વારા આવા અનેક બોક્ષનું મફત વિતરણ કરવામાં આવ્યું છે. જેથી આવા પ્રયોગ જોઇને દરેક વ્યક્તિને પ્રેરણા મળે તે હેતુથી આં પ્રયોગ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...