સંખેડા તાલુકાના સણોલી ગામેથી હેમરાજ બારીયા સંખેડા તરફ આવવા નીકળ્યા હતા. તે વખતે મધ્યાહ્ન ભોજનમાં મદદનીશ તરીકે કામ કરતી મીનાબેન નાયકા રહે. ફાંટા બસ ન આવી હોવાથી ડેપ્યુટી સરપંચની બાઇક પર બેસીને આવતી હતી. તે દરમિયાન સામેથી પુરપાટ આવતી કારે બાઇકને અડફેટમાં લીધી હતી. જેમાં બાઇકચાલક હેમરાજ બારીયા અને મીનાબેન નાયકા પડી ગયા હતા અને કારનું ટાયર ફૂટી ગયું હતું. અકસ્માત થતાં કારચાલક કાર મૂકીને નાસી છુટ્યો હતો. હેમરાજ બારીયા અને મીનાબેન નાયકાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત મીનાબેન બેભાન હાલતમાં હતા. તેને પણ ફ્રેક્ચર થયું હતું. જ્યારે હેમરાજ બારીયાને પણ ફ્રેક્ચર થયું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં તે અત્રે આવી ઇજાગ્રસ્ત બંનેને બોડેલી ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મીનાબેનનું મોત થયું હતું. સણોલીના હેમરાજ બારીયાને ફ્રેક્ચર થયું હોઇ સારવાર અર્થે ખાનગી દવાખાનામાં દાખલ કરાયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત સર્જનાર કારચાલક કાવીઠા વસાહતની પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય સોલંકી હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.