મહિલા સરપંચ સક્રિય:ભૂલવન ગ્રામ પંચાયત હવે દારૂ વેચતા અને ભઠ્ઠી ચલાવનારા સામે ફરિયાદ કરશે

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવા લોકો સામે પંચાયતના લેટરપેડ પર ફરિયાદ કરાશે
  • દારૂના દૂષણને દૂર કરવા મહિલા સરપંચ સક્રિય

સંખેડા તાલુકાની ભૂલવન ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પંચાયતના કોઈ પણ ગામમાં દારૂ વેંચતા કે ભઠ્ઠી ચલાવતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું બીડું ઝડપ્યું છે. કોઈ ફરિયાદ કરે કે ન કરે પણ પંચાયત દ્વારા આવા લોકો વિરુદ્ધ પંચાયતના લેટર પેડ ઉપર ફરિયાદ કરવામાં આવશે.

સંખેડા તાલુકાના ભૂલવન જૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામો ઉંડી, છુંછાપૂરા, ભૂલવન, હરિકુવા, જૂના છુછાપુરામાં કોઈ પણ જગ્યા પર દારૂ બનાવતા કે દારૂની ભઠ્ઠીએ કોઈ પણ વ્યક્તિ પકડાય તેના વિરુદ્ધ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. અને જે પકડાશે તેના વિરુદ્ધ કોઈ વ્યક્તિ દ્વારા નહીં પણ ગ્રામ પંચાયતના લેટર પેડ પર ફરિયાદ કરવામાં આવશે.

મહિલા સરપંચ વસાવા શાંતાબેન કુબેરભાઈએ તમામ ગ્રામજનોને અપીલ કરી છે કે ગ્રામ પંચાયતના કોઈ પણ ગામમાં દારૂ ગાળતા હોય તો સરપંચને જાણ કરવી. તાજેતરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ જાગૃત બની છે અને ઠેરઠેર દારૂની ભઠ્ઠીઓ કે દારૂ વેચનારા વિરુદ્ધ રીતસરની સ્ટ્રાઇક કરેલી છે. જોકે આવા પણ સરપંચ છે જે પોતાની પંચાયતમાંથી દારૂના દૂષણને જાતે જ દૂર કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...