ઠરાવ:1 જૂનથી સંખેડામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપયોગ કરતાં પકડાયેલા વેપારીને દંડ કરવા સંખેડા ગ્રામ પંચાયતનો નિર્ણય
  • પહેલી વખત 500 અને બીજીવાર પકડાય તો 1000 દંડ

સંખેડા ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારને સંખેડા ગ્રામ પંચાયત દ્વારા દંડ ફટકારવામાં આવશે. પહેલી વખત પકડાશે તો 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો રૂા. 1000 દંડ કરવામાં આવશે. સંખેડા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં આ અંગે ઠરાવ કરાયો હતો.

પ્લાસ્ટિકનો સંખેડામાં બેફામ પ્રમાણમાં ઉપયોગ થાય છે. નાના-મોટા સૌ દુકાનદારો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરતા જોવા મળે છે. ગ્રાહકો પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીમાં જ ખરીદેલી ચીજ વસ્તુઓ રાખીને ઘરે લઈ જતા જોવા મળતા હોય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે પૃથ્વી ઉપર પ્રદૂષણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

જેને લઇ સંખેડા ખાતે તાલુકા સંકલનની બેઠકમાં સંખેડામાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટેની સૂચના પણ અપાઈ હતી. આ અન્વયે સંખેડા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી દ્વારા રેલી કાઢીને બજારમાં વેપારીઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી હતી.

જોકે સંખેડા ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાયેલી સામાન્ય સભાની બેઠકમાં સંખેડા ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

જો કોઇ વેપારી વારંવાર જાહેરનામાનો ભંગ કરશે તો તેની દુકાન સીલ કરવામાં આવશે
શુક્રવારે મળેલી સંખેડા ગ્રામ પંચાયતની મિટિંગમાં સંખેડા ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચનાર તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારી પહેલી વખત પકડાય તો તેને રૂા. 500 દંડ અને બીજી વખત પકડાય તો રૂા. 1000 દંડ અને ત્યાર બાદ પણ જો પકડાય તો તેની દુકાન સિલ કરવામાં આવશે. તેવો ઠરાવ કરવામાં આવ્યો છે. આનો અમલ તારીખ 1 જૂનથી કરવામાં આવશે. - હિતેશ વસાવા, ડે.સરપંચ, સંખેડા

અન્ય સમાચારો પણ છે...