કામગીરી:બહાદરપુર-વાસણા અને હાંડોદ-કઠોલી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને રસ્તાઓ માટે કુલ 25 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે

સંખેડા તાલુકાના બહાદરપુર-વાસણા અને હાંડોદ-કઠોલી રોડ મહત્વના અને મુખ્ય માર્ગ છે. લાંબા સમયથી આ રસ્તા બિસમાર બનેલા હોવાના કારણે વાહનચાલકોને હાલાકી પડતી હતી. જેથી આ બાબતે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ આ બાબતે સરકારમાં રજૂઆતો કરતા આ રસ્તા મંજુર થયા હતા.

આ રસ્તા ભૂમિપૂજન પણ તત્કાલીન માર્ગ અને મકાન મંત્રી પુરનેશ મોદીએ આશરે ચાર મહિના અગાઉ કર્યું હતું. જોકે આ રસ્તાનું ખાતમુહૂર્ત હાંડોદ ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિ. પં. પ્રમુખ મલકાબેન પટેલ, આ વિસ્તારના જિ.પં. સભ્ય અરુણાબેન તડવી, તા. પં. કારોબારી સમિતિ અધ્યક્ષ છાયાબેન વસાવા, માજી જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા મેવાસ વિસ્તારના આગેવાનો, સરપંચો, તા.પં. સભ્યો તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન હિતેશ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ રસ્તાઓ બાબતે ડે. એન્જીનીયર ગૌતમભાઈ રાણાએ જણાવ્યું હતું કે, ‘બહાદરપુર-વાસણા રોડ 18.82 કરોડના ખર્ચે તૈયાર થશે તેની લંબાઈ 26 કિમી થશે. આ રસ્તા ઉપર નવા 3 સ્લેબ ડ્રેન બનશે. નવા સ્લેબ ડ્રેઇન પહોળા બનશે 5.5. મીટર પહોળો રસ્તો થશે. જ્યારે હાંડોદ-નંદપુર-કઠોલી 9 કીમી રોડ રૂપિયા 6.11ના ખર્ચે તૈયાર થશે. આ રોડ 7 મી.પહોળો થશે.’

અન્ય સમાચારો પણ છે...