કાર્યક્રમ:વિદ્યાર્થિનીઓને અભય રાખવા અભયમનો જાગૃતિ કાર્યક્રમ

સંખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી દિવસે આયોજન
  • સંખેડામાંં જાગૃતિ લાવવા વિદ્યાર્થિનીઓને અનુરોધ કરાયો

આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી દિવસ નિમિતે અભયમ છોટાઉદેપુર ટીમ દ્વારા ડોન બોસ્કો સ્કૂલના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ 25 નવેમ્બરને મહિલાઓ સામેની હિંસા નાબૂદી દિવસ જાહેર કરવામાં આવેલો છે. અભયમ 181 મહિલા હેલપલાઇન છોટાઉદેપુર દ્વારા ડોન બોસ્કો શાળાની વિદ્યાર્થિનીઓ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં અભયમ ટીમ છોટાઉદેપુર દ્વારા મહિલાઓ, યુવતિઓ અને વિદ્યાર્થીનીઓને ઉપર થતી સારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસા સહિતની હિંસાથી વાકેફ કરી તેના સામે કેવી રીતે બચી શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલીફોનીક કોલ મેસેજથી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકારની હેરાનગતિમાં વિના મૂલ્યે ચોવીસ કલાક કાર્યરત 181 મહિલા હેલપલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અભયમ મોબાઈલ એપ્લિકેશનનો પોતાના સ્માર્ટ મોબાઈલમા ડાઉનલોડ કરી મુશ્કેલીના સમયે અભયમ સેવાઓ ઝડપી મેળવી શકાય છે. તે બાબતની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકગણ દ્વારા અત્યાચાર સામે જાગૃતિ લાવવા વિદ્યાર્થિનીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...