ભાસ્કર વિશેષ:સંખેડામાં એથ્લેટિક્સ ઓપન એજ સ્પર્ધા યોજાઈ

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં યોજાયેલી ખેલ મહાકુંભની સ્પર્ધામાં 148 સ્પર્ધકોએ ભાગ લીધો
  • ​​​​​​​શુક્રવારના રોજ અંડર-14 ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધા યોજાશે

સંખેડા ડી.બી.પારેખ હાઇસ્કુલના મેદાનમાં ઓપન એજ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની એથ્લેટિક્સ યોજાઈ હતી. જિલ્લામાંથી 148 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે.સંખેડા ડી.બી.પારેખ હાઇસ્કુલના મેદાન ઉપર ઓપન એજ ખેલ મહાકુંભની સ્પર્ધા યોજાઈ. જેમાં જિલ્લાના 148 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

લાંબી કુદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક તેમજ વિવિધ દોડની સ્પર્ધા યોજાઇ હતી. અહીંયા વિજેતા બનેલા વિવિધ સ્પર્ધાના સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે. શુક્રવારના રોજ અંડર-14 ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે.સંખેડા ડી.બી.પારેખ હાઇસ્કુલના મેદાન ઉપર જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજવાની હોવાથી શાળા દ્વારા મેદાન પણ તમામ સ્પર્ધા માટે તૈયાર કરી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...