વિધાનસભા ચૂંટણી:તાંદલજા ખાતે ભાજપના અભેસિંહ તડવીનો વિરોધ છતાં મતમાં આગળ

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વ. ચીમનભાઇ પટેલના ચિખોદ્રા ગામમાં પહેલી વખત ભાજપ આગળ નીકળ્યું

સંખેડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીનો જે તાંદલજા ગામમાં વિરોધ થયો એના જ પાંચ બુથ ઉપર ભાજપને સરસાઈ મળી, જોજવા-પિચ્છુવાડા વચ્ચે મંજુર થયેલા પુલે આ ગામોમાં સરસાઈ અપાવી. ઝાંપા ગામે પણ પુલને કારણે ફાયદો થયો. ચીમનભાઈ પટેલના વતનમાં બે ચૂંટણી બાદ ત્રીજીમાં ભાજપ આગળ નીકળ્યું.અહીં પણ પુલ બનતા સ્થાનિકો ખુશ છે. ભૂલવણમાં કોંગ્રેસને માત્ર 6 જ મત મળ્યા. સંખેડામાં ભાજપના અભેસિંહ તડવી અને કોંગ્રેસના ધીરુભાઈ ભીલ વચ્ચે હરીફાઈ હતી.

અભેસિંહે છેલ્લા 5 વર્ષમાં રસ્તા,પુલ અને પાણીની યોજનાના કામો મંજુર થાય એ માટે પ્રયાસો કર્યા હતા.જેનો સીધો ફાયદો ચૂંટણીમાં જોવા મળ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ મળેલ આંકડાકીય માહિતી મુજબ તાંદલજામાં કેટલાક દ્વારા અભેસિંહનો વિરોધ કરાયો હતો. પણ તાંદલજાના 5 બુથ ઉપર ભાજપને 996 અને કોંગ્રેસને 736 મત મળ્યા હતા.

ઝાંપાનો પુલ મંજુર થતા ભાજપને 176 અને કોંગ્રેસને 27 મત મળ્યા. જોજવા- પિચ્છુવાડાને જોડતો ઓરસંગનો પુલ મંજુર થતા જોજવામાં ભાજપને 244 અને કોંગ્રેસને માત્ર 14 મત મળ્યા. પિચ્છુવાડામાં ભાજપને 397, કોંગ્રેસને 216 મત મળ્યા. સ્વ. ચીમનભાઇના વતનમાં 2012 અને 2017માં કોંગ્રેસને વધુ મત મળ્યા . જ્યારે 2022માં હેરણ પર પુલથી ચિખોદ્રામાં ભાજપને 270, કોંગ્રેસને 214 મત મળ્યા.

અન્ય સમાચારો પણ છે...