ભાસ્કર વિશેષ:કોસિન્દ્રા ખાતે 200 જેટલા રાજપૂત યુવક-યુવતીઓ અને નાના બાળકોને તલવરબાજી શીખવવામાં આવી

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોસિન્દ્રામાં રાજપૂત યુવક-યુવતીઓ,બાળકોને તલવરબાજી શીખવવામાં આવી. - Divya Bhaskar
કોસિન્દ્રામાં રાજપૂત યુવક-યુવતીઓ,બાળકોને તલવરબાજી શીખવવામાં આવી.
  • રાજપૂત યુવા સંગઠન દ્વારા કેમ્પમાં 5 દિવસ સુધી રોજ બે કલાક તાલીમ અપાતી હતી

રાજપૂત યુવા સંગઠન છોટાઉદેપુર જિલ્લા દ્વારા કોસીન્દ્રા વિદ્યાલય ખાતે રાજપૂત યુવક યુવતીઓ માટે તલવારબાજી શીખવા માટેનો કેમ્પનું આયોજન કરાયું હતું. પાંચ દિવસ સુધી ચાલેલા આ કેમ્પમાં કુલ 200 રાજપૂત યુવક-યુવતીઓ, નાના બાળકોએ તલવારબાજીની તાલીમ લીધી હતી. સંખેડા તાલુકાની સરહદ નજીક આવેલ કોસીન્દ્રા ગામની ટી.વી. વિદ્યાલયના મેદાનમાં પાંચ દિવસ સુધી છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત યુવક-યુવતીઓ અને બાળકોને તલવાર બાજી શીખવા માટેના આયોજન કરાયું હતું.

રાજપૂત યુવા સંગઠન છોટાઉદેપુર દ્વારા આ આયોજન કરાયેલા આ આયોજનમાં વડોદરાથી રવીન્દ્રસિંહ રાઠોડ સહિત પાંચ યુવકો તાલીમ આપવા માટે આવ્યા હતા. રોજ સાંજે બે કલાક સુધી નાના બાળકો અને યુવક-યુવતીઓને તલવારબાજીની તાલીમ આપવામાં આવતી હતી. આ તલાવરબાજી શીખવા માટે યોજાયેલા તાલીમ કેમ્પમાં 5 દિવસ સુધી રોજ 200 જેટલા યુવક-યુવતીઓ અને બાળકો તાલીમ લેતા હતા. અંતિમ દિવસે પૂર્ણાહુતિ સમયે તાલુકા પંચાયત સભ્ય ખુમાનસિંહ રાજપુતે પ્રેરક શુભેચ્છા સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...