આચારસંહિતા અમલ:સખેડામાં આચારસંહિતાના અમલરૂપે અત્યારસુધી 490 જેટલાં હોર્ડિંગ્સ દૂર કરાયા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા નગરના બસ સ્ટેન્ડ પરથી પણ રાજકીય પક્ષના બેનરને દૂર કરાવાયું

સંખેડા ખાતે બસ સ્ટેન્ડ કમ્પાઉંડમાં સક્ષમ અધિકારીની મંજૂરી વિના લગાડાયેલ રાજકીય પક્ષનું બેનર સંખેડા ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાયું હતું. સંખેડા તાલુકામાં આચારસંહિતાનો અમલ શરૂ થયા બાદથી અત્યાર સુધી 490 બેનરો, હોર્ડિંગો દૂર કરાયા છે.ચૂંટણીની જાહેરાતની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે.

ત્યારે સંખેડા તાલુકામાં પણ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. આ માટે વિવિધ જાહેર તેમજ ખાનગી સ્થળ ઉપર વિવિધ રાજકીય પક્ષોના બેનરો, હોર્ડિંગોને દૂર કરાયા છે. સરકારી કચેરીઓમાં પણ બાંધકામ અને ઉદઘાટનને લગતી તક્તીઓને ઢાંકી દેવાઇ છે. બેઠક વ્યવસ્થાના ભાગરૂપે મુકાયેલા બાંકડા ઉપર પણ રાજકીય આગેવાનોનાના નામ ઉપર કાળો રંગ લગાડી દેવાયો છે.

જોકે તેમ છતાં પણ ક્યાંક ક્યાંક રાજકીય પક્ષોના હોર્ડિંગ જોવા મળતા હતા. તે પણ તંત્રના ધ્યાને આવતાં તેને દૂર કરાયા હતા. છેલ્લે છેલ્લે સંખેડા બસ સ્ટેન્ડમાં પણ એક હોર્ડિંગ લગાડાયું હતું જે પણ તંત્રના ધ્યાને આવતાં તેને પણ દૂર કરાયું હતું. અત્યાર સુધી સંખેડા તાલુકામાં આવા 490 જેટલા બેનર, હોર્ડિંગ દૂર કરાયા હોવાનું તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...