આવેદન:સંખેડા તાલુકાના 49 જેટલા VCE હડતાળ ઉપર ઉતર્યા

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • TDOને સંબોધી આવેદનપત્ર આપ્યું

સંખેડા તાલુકાના VCE દ્વારા તેમની હડતાલ ફરીથી શરૂ કરાઇ છે. આજે સંખેડા તાલુકાના VCE દ્વારા સંખેડા તાલુકા પંચાયત કચેરીમાં આવેદનપત્ર પણ અપાયું છે. અગાઉ સરકાર દ્વારા અપાયેલી બાહેંધરી બાદ કોઈ નિર્ણય ન આવતા ફરીથી હડતાલ ઉપર જવા માટે આવેદનપત્ર આપ્યું હતું. સંખેડા તાલુકાના 49 વીસીઇ હડતાળ ઉપર ઉતાર્યા હતા.

સંખેડા તાલુકાના VCE દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સંખેડા તાલુકાના VCE અગાઉ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો. અચોક્કસ મુદત અંગેના હડતાલનો કાર્યક્રમ કરવાનો હતો. જે સરકાર દ્વારા બાહેધરી મળતા મોકૂફ રાખવામાં આવ્યો હતો. તારીખ 21-10/2021 ના રોજ પંચાયત મંત્રી સાથેની બેઠક તારીખ 27-10-2021ના રોજ મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક પંચાયત મંત્રી તથા મુખ્યમંત્રીએ આપેલી બાહેંધરીના આધારે કાર્યક્રમ મોકૂફ રાખેલો ત્યારબાદ આઠ મહિના થવા છતાં કોઇ કાર્યવાહી ન થતા તારીખ 4-5-2022ના રોજ પંચાયત મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં પંચાયત મંત્રીએ કમિટી બનાવી તમામ માગણીઓ બાબતે નિરાકરણ કરે તેવી ખાતરી આપી હતી. પંચાયત મંત્રીએ કમિટી બનાવે ત્રણ મહિના થવા આવ્યા છતાં હજી સુધી કોઈ નિરાકરણ થયું નથી.

છેલ્લા 16 વર્ષથી ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજનાઓનું કામ VCE કરે છે. સંપૂર્ણ કામગીરી સરકારી કરે છે. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા ન્યાય આપવામાં આવતો નથી. જેથી તેઓ દ્વારા તેમને સમાન કામ સમાન વેતન આપવામાં આવે, આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વીમા કવચ આપવામાં આવે, છુટા કરેલા VCE ને ફરીથી લેવામાં આવે, સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે, તેની કામગીરી બાબતે જોબચાર્ટ નક્કી કરવામાં આવે, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા VCEને આર્થિક સહાય આપવામાં આવે. ઉપરાંત કમિશન બેઝ ઇ ગ્રામ પોલીસી હટાવી ફિક્સ વેતન સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેમજ સરકારી કર્મચારી ગણી વર્ગ-3માં સમાવેશ કરવામાં આવે એવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...