તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:સંખેડામાં ડીજે વગાડવાની મનાઇ ફરમાવતાં સંચાલકો દ્વારા આવેદન

સંખેડા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંખેડા અને આસપાસના ગામમાં ડીજે તથા બેન્ડ વગાડવાની પરવાનગી માંગી
 • કોરોનાના કારણે ડીજે સાઉંડ-બેંડનો ધંધો બંધ થતાં સંચાલકોની કફોડી હાલત

સંખેડાના ડીજે સંચાલકોને પોલીસે શુભ પ્રસંગે ડીજે તથા બેંડવાળાઓને બોલાવીને હવેથી ડીજે અને બેંડ વગાડવામાં આવશે તો જપ્ત કરવામાં આવશે એમ જણાવતાં ડીજે સંચાલકોએ સંખેડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને ડીજે વગાડવાની મંજૂરી મળે એ માટેની રજૂઆત કરી હતી.

સંખેડા ડીજે તથા બેંડ સંગઠન દ્વારા સંખેડા નાયબ મામલતદાર ડી.જી.વસાવાને આપેલા આવેદનપત્ર મુજબ સંખેડા પીએસઆઇએ સંખેડાના ડીજે તથા બેંડવાળાઓને બોલાવીને સૂચના આપી હતી કે હવેથી ડીજે સાઉંડ તથા બેંડ વગાડવામાં આવશે તો ડીજે તથા બેંડ જપ્ત કરવામાં આવશે. 2020માં લોકડાઉનના કારણે ડીજે સાઉંડ અને બેંડના એક પણ રૂપિયાનો ધંધો થયો નથી. લોકો પાસેથી ઉછીના લીધેઆ નાણા લીધેલા તે પણ ચૂકવવા માટેની પરિસ્થિતિ નથી. ડીજે સાઉંડ સિવાય બીજી કોઇ આવક નથી. છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકા સિવાય અન્ય તાલુકામાં ડીજે તથા બેંડ વગાડે છે. કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરવા પણ ડીજે સાઉંડવાળા તૈયાર છે. તો સંખેડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં ડીજે તથા બેંડ વગાડવાની પરવાનગી આપવા માટેની રજૂઆત કરતુ આવેદનપત્ર આપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો