આક્રોશ:સંખેડાના વડેલી એગ્રીકલ્ચર ફીડરનું સમારકામ નહી થતા ખેડૂતમાં રોષ

સંખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવસ દરમિયાન અનેક વખત ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતા કામ થયું નહી
  • ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ

સંખેડા તાલુકાના વડેલી એગ્રીકલચર ફીડર ઉપર સવારનો ફોલ્ટ સર્જાયો હતો. ફોલ્ટનું સમારકામ કરવા બાબતે દિવસ દરમિયાન અનેક વખત જાણ કરવા છંતા ફોલ્ટ રીપેર કરાયો નહી. ખેતીના પાકને પાણીની જરૂરિયાત છે. ત્યારે ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ હતી. સંખેડા તાલુકાના વડેલી એગ્રીકલચર ફીડર ઉપર સવારે ફોલ્ટ સર્જાયો હતો. જેથી લાઈટો કેટલાક વિસ્તારમાં બંધ રહી હતી. લાઈટો બંધ થવાથી સૌથી વધુ અસર ખેતીની સિંચાઈ ઉપર થઈ હતી.

હાલમાં આ વિસ્તારમાં કેળાનો પાક છે. જેને સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત છે. એક બાજુથી રોજે રોજ 42થી 44 ડિગ્રી સેલસીયસ જેટલું ઉંચુ તાપમાન રહે છે. જેથી પાકને પાણીની જરૂરિયાત રહે છે. આવા સમયે એગ્રીકલચર લાઈનમાં ફોલ્ટ સર્જાતા ખેતીની લાઈટ બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

આ વિસ્તારના આગેવાન અને સં.તાં.પં. સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વિનોદ સક્સેનાએ જણાવ્યું હતું કે, વડેલી ફીડર ઉપર ફોલ્ટ થતા સવારની લાઈટો બંધ છે. આ માટે અનેક વખત રજુઆત કરી છે. પણ તેમ છંતા સાંજ સુધી કોઈ ફોલ્ટનું રીપેરીંગ કરવા સુદ્ધા કોઇ આવ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...