તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મધ્યપ્રદેશના ઝારખંડથી 20 દિવસ પહેલાં ગુમ થયેલી અજાણી મહિલાનું તેના પુત્ર સાથે મિલન

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઝારખંડથી 20 દિવસથી ગુમ મહિલાનું તેના પુત્ર સાથે સખી વન સ્ટોપ, છોટાઉદેપુરની ટીમ દ્વારા સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ઝારખંડથી 20 દિવસથી ગુમ મહિલાનું તેના પુત્ર સાથે સખી વન સ્ટોપ, છોટાઉદેપુરની ટીમ દ્વારા સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.
 • છોટાઉદેપુરની સખી વન સ્ટોપની ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરાયું હતું

181 દ્વારા એક અજણી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે લાવવામાં આવેલ કાઉન્સિલીગ કરતા જણાયું કે તેઓ ઝારખંડ રાજ્યમાં આવેલા લાતેહાર જિલ્લાના મોંગાર ગામના છે. ત્યારબાદ ઝારખંડના લાતેહાર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કોન્ટેક્ટ કરતા ત્યાંના પી. આઈ. અમિતકુમાર ગુપ્તાની મદદથી લાલતિ બહેનના ભાઈ અજયપ્રસાદ સાથે ટેલિફોનીક સંપર્ક થયેલ ત્યાર બાદ લાલતીબેનના પુત્ર રોશનકુમાર ગુપ્તા સાથે વાત કરતા જણાયું કે લાલતીબેન છેલ્લા 20 દિવસથી ઘરેથી નિકળી ગયેલા છે.

આજ રોજ તારીખ 27 માર્ચ 2021ના રોશન અને લાલતિબેનના ભત્રીજો રોહન તેમને લેવા ઝારખંડથી છોટાઉદેપુર ખાતે આવેલ હતા. 20 દિવસ બાદ લાલતીબેનનુ તેમના પુત્ર રોશન સાથે સુખદ મીલન થયેલ “સખી” વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર દ્વારા બહેનનુ તેમના પરિવાર સાથે પુન:સ્થાપન કરાવેલ હતું. કેન્દ્ર સંચાલક ચાંદનીબેન રાણીંગા અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી ઝારખંડની આ મહિલાનું તેના પુત્ર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો