તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કુંડીયા-વાસણા ગામ વચ્ચે ટેમ્પોએ બાઈકને અડફેટે લેતાં વૃદ્ધાનું મોત

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેમ્પો ચાલક નાસી છૂટ્યો : વૃદ્ધાનો પુત્ર ઈજાગ્રસ્ત
 • હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યું થયું હતું

સંખેડા તાલુકાના કુંડિયા-વાસણા વચ્ચે ટેમ્પા અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતા મોટર સાઇકલ ઉપર સવાર મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું અને એક શખ્શને ઇજાઓ થઇ હતી. અકસ્માત થતા ટેમ્પા ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો.સંખેડા તાલુકાના કુંડીયા-વાસણા વચ્ચે સર્જાયેલા આ અકસ્માત અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર .વિનોદભાઇ અકુડાભાઇ રાઠવા રહે. લુણાદ્રા સુખી વસાહતની માતા ચકીબેન બીમાર થતા તેણીને સારવાર અર્થે મોટર સાઇકલ ઉપર તેના મોટાભાઇ ગોરધનભાઇ સાથે બોડેલી જવા માટે નિકળ્યા હતા. એ દરમિયાન કુંડીયાથી વાસણા વચ્ચે આવતી પાઇપ ફેક્ટરી પાસે એક સફેદ રંગનો ટેમ્પો અચાનક વળાંકમાં તેમની મોટર સાઇકલને ઓવરટેક કરતા સામેથી ડમ્પર આવતા એકદમ સાઇડ ઉપર દબાવવા જતા ટેમ્પા ચાલકે પૂરઝડપે અને બેફીકરાઇથી હંકારી તેમની મોટર સાઇકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ચકીબેનને માથામાં વાગ્યું હતું અને ગોરધનભાઇને આંખની નીચે અને કપાળના ભાગે વાગ્યું હતું. બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે બોડેલી ખાનગી હોસ્પીટલમાં લઇ જવાયા હતા. ત્યાં ચકીબેનનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

અકસ્માત સર્જનાર ટેમ્પો પેસેન્જરમાં ફરતો હતો
જે ટેમ્પાએ મોટર સાઇકલને હડફેટમાં લીધી હતી. એ ટેમ્પો પેસેન્જરમાં ચાલતો હતો. સારંગપુર તા. સંખેડાના આ અકસ્માત સર્જનાર ટેમ્પા માલિક સાથે દવાખાનાના ખર્ચા બાબતેની વાત ચાલતી હતી. ટેમ્પો નંબર GJ-34-T-1741 હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો