તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માંજરોલમાં કેળાના ખેતરમાં ત્યજી દેવાયેલી બાળકી મળી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના માંજરોલ ગામમાં ત્યજી દેવાયેલી બાળકી. - Divya Bhaskar
સંખેડા તાલુકાના માંજરોલ ગામમાં ત્યજી દેવાયેલી બાળકી.
  • અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
  • બાળકીને સારવાર માટે વડોદરા રિફર કરાઇ

સંખેડા તાલુકાના માંજરોલ ગામની સીમમાં કેળાના ખેતરમાંથી તરછોડાયેલી બાળકી મળી આવી હતી. સ્થાનિક યુવકે બાળકીને સંખેડા રેફરલ હોસ્પિટલમાં અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાં રિફર કરી હતી. સ્થાનિક યુવકની ફરિયાદના આધારે સંખેડા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

સંખેડા પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર માંજરોલ ગામની સીમમાં કૌશિકભાઇ કાંતિભાઇ પટેલના કેળાના વાવેતરવાળા ખેતરમાં એક તાજુ જન્મેલું બાળક મળી હોવાની જાણ માંજરોલના મુક્તીસિંહ સરદારસિંહ ડોડીયાને જાણ થતા ત્યાં ખેતરે પહોંચી ગયા હતા. ગામન સ્ટેશન ફળીયામાં રહેતા કાજલબેન કિરનભાઇ તડવી તથા કિરનભાઇ વિઠ્ઠલભાઇ તડવી તથા ખેતરમાં કામ કરતા માણસો ભેગા થઇ ગયા હતા. ખેતરમાં તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલ હાલતમાં હતી.

આ બાળકીને કોઇ અજાણી સ્ત્રીએ પોતાના બાળકનો જન્મ છુપાવવા માટે કેળના ખેતરમાં અસુરક્ષિત જગ્યાએ ત્યજી દીધેલ જોવા મળી હતી. બાળકી જીવતી હોઇ જે બાળકીને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લવાઇ હતી. અને ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હતી. ડોડિયા મુક્તીસિંહ સરદારસિંહની ફરીયાદ આધારે સંખેડા પોલીસે અજાણી બાળકી ત્યજી જનાર મહિલા વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...